શું ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે આમિર ખાન? આગની જેમ ફેલાઈ ચૂકી છે આ અફવા, અનાઉન્સમેન્ટ નક્કી

આમિર ખાન વિશે ફરીથી એક વિચિત્ર અફવા ખૂબ ઝડપથી ગપશપ ગલીમાં ફેલાઈ રહી છે.

મુંબઈઃ આમિર ખાન એ વ્યક્તિ છે જેને કૉન્ટ્રોવર્સી ચુંબકની જેમ ચિપકી જાય છે. આ વર્ષે આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવથી અલગ થવાનુ એલાન કરીને સહુને ચોંકાવી દીધા હતા અને હવે આમિર ખાન વિશે ફરીથી એક વિચિત્ર અફવા ખૂબ ઝડપથી ગપશપ ગલીમાં ફેલાઈ રહી છે. જ્યારે આમિર ખાન અને કિરણ રાવના અલગ થવાના સમાચાર સામે આવ્યા ત્યારે ફાતિમા સના શેખને આની દોષી ગણાવીને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી. હવે ગપશપ ગલીમાં આ અફવા આગની જેમ ફેલાઈ ચૂકી છે કે આમિર ખાન ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે.

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ બાદ પોતાના ત્રીજા લગ્નનુ એલાન

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ બાદ પોતાના ત્રીજા લગ્નનુ એલાન

અમુક વિચિત્ર રિપોર્ટની માનીએ તો આમિર ખાન, લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ બાદ પોતાના ત્રીજા લગ્નનુ એલાન કરશે કારણકે તે નથી ઈચ્છતા કે તેમની ફિલ્મ કોઈ પણ પ્રકારની કૉન્ટ્રોવર્સીમાં ઘેરાય. અમુક રિપોર્ટે ત્યાં સુધી કહી દીધુ છે કે આમિર ખાન પોતાની એક કો-સ્ટાર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અમુકે બિનજવાબદાર રીતે ફાતિમા સના શેખનુ નામ પણ બતાવ્યુ છે.

આ સમાચાર ક્યાંથી શરુ થયા તે કોઈને ખબર નથી પરંતુ અમુક તપાસ કરવા પર પણ આનુ કોઈ સૂત્ર નથી મળતુ. જો કે આ વાતો સોશિયલ મીડિયા પર માત્ર અમુક લોકો કરી રહ્યા હતા જે આમિર ખાન અને તેની આવનારી ફિલ્મો પર કીચડ ઉછાળવાનો ઉદ્દેશ રાખે છે. આમાંથી કોઈ પણ સમાચારની પુષ્ટિ અમે કરતા નથી. આના કોઈ સૂત્રોની માહિતી પણ અમારી પાસે નથી.

પહેલા પણ ઉડી છે અફવા

પહેલા પણ ઉડી છે અફવા

ઉલ્લેખનીય છે કે આમિર ખાન વિશે આ પહેલી વાર આવી અફવા નથી ઉડી. દંગલની રિલીઝ બાદ 2017માં આમિર ખાન અને તેમની દંગલ કો-સ્ટાર ફાતિમા સના શેખ વિશે ઘણા પ્રકારની અફવાઓ ઉડી. જો કે, ફાતિમાએ હંમેશા એ સ્પષ્ટ કર્યુ કે આમિર ખાન માત્ર તેના મેન્ટર છે જેમણે તેને બ્રેક આપ્યો છે પરંતુ આ અફવાઓએ ક્યારેય બંધ થવાનુ નામ નથી લીધુ.

ઝઘડા સુધીની અફવાઓ

ઝઘડા સુધીની અફવાઓ

અફવાઓએ અહીં સુધી વાત પહોંચાડી કે ફાતિમા સના શેખ માટે આમિર ખાન અને આદિત્ય ચોપડા વચ્ચે બોલાચાલી પણ થઈ. આદિત્ય ચોપડા, ઠગ્ઝ ઑફ હિંદુસ્તાનમાં ફાતિમા સના શેખને કાસ્ટ કરવા માંગતા નહોતા પરંતુ આમિર ખાન આ ફિલ્મમાં ફાતિમા સના શેખને છોડીને કોઈ બીજાને કાસ્ટ કરવા માંગતા નહોતા. જો કે, આમિર ખાન સૌથી મોટા બૉક્સ ઑફિસ સ્ટાર હતા માટે આદિત્ય ચોપડાને તેમની વાત માનવી પડી હતી.

કિરણ રાવ સાથે ડિવૉર્સ

કિરણ રાવ સાથે ડિવૉર્સ

આમિર ખાન અને કિરણ રાવના ડિવૉર્સના સમાચાર ઘણા અચાનક આવ્યા અને સહુ કોઈ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. આમિર ખાન અને કિરણ રાવને એક દીકરો છે આઝાદ રાવ ખાન. જો કે આમિર ખાન અને કિરણ રાવે એ સ્પષ્ટ કરી દીધુ કે તે માત્ર અંગત રીતે અલગ થઈ રહ્યા છે, પ્રોફેશનલ રીતે એકબીજા સાથે આગળ પણ કામ કરતા રહેશે.

રીના દત્તા સાથે પહેલા ડિવૉર્સ

રીના દત્તા સાથે પહેલા ડિવૉર્સ

ઉલ્લેખનીય છે કે જ્યારે આમિર ખાનના રીના દત્તા સાથે પહેલા ડિવૉર્સ થયા ત્યારે આમિર ખાન ખૂબ તૂટી ગયા હતા. આમિર ખાન અંગત જીવનમાં એટલા તણાવગ્રસ્ત હતા કે બે વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા અને ખુદને સમય આપતા રહ્યા.

આએરા અને જુનેદ

આએરા અને જુનેદ

રીના દત્તાથી આમિર ખાનને બે બાળકો છે - આએરા ખાન અને જુનેદ ખાન. આએરાએ થોડા વર્ષો પહેલા જ પોતાના ડિપ્રેશન વિશે ખુલીને વાત કરી. વળી, જુનેદ મીડિયાથી દૂર પહેલા આમિર ખાન પાસે કામ શીખી રહ્યા હતા અને હવે યશરાજ ફિલ્મ્સના એક પ્રોજેક્ટ સાથે પોતાનુ ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

કામથી પણ અલગ

કામથી પણ અલગ

આમિર ખાન પાસે લાલ સિંહ ચઢ્ઢા બાદ આગલો કોઈ પ્રોજેક્ટ નથી. સમાચારો હતા કે તે મહાભારત સીરિઝ પર કામ કરી રહ્યા છે પરંતુ ઘણીવાર આ સીરિઝ બંધ થવાના સમાચાર આવતા રહે છે. આ ઉપરાંત ગુલશન કુમાર બાયોપિક સાથે પણ આમિર ખાનનુ નામ જોડાયુ પરંતુ તેના માટે પણ કોઈ કામ હાલમાં શરુ થયુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X