ઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ- 50 કરોડની શાનદાર ઓપનિંગ

આમિર ખાન ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ થઇ ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર તે શાનદાર ઓપનિંગ આપશે. મલ્ટીપ્લેસ સાથે સાથે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર પણ ધમાકો કરશે.

આમિર ખાન ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ થઇ ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર તે શાનદાર ઓપનિંગ આપશે. મલ્ટીપ્લેસ સાથે સાથે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર પણ ધમાકો કરશે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ ઓપનિંગ સાથે બધી જ મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડશે. આપને જણાવી દઈએ કે આજે દેશમાં ઘણી જગ્યાઓ પર રજા છે, જેનો ફાયદો આ ફિલ્મને ચોક્કસ મળશે.

દિલ્હી અને મુંબઈમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ અંગે ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે એવી પણ આશા કરવામાં આવી રહી છે કે બાકી શહેરોમાં વીકએન્ડ પર બૂકિંગમાં વધારો જોવા મળશે. એડવાન્સ બુકિંગ રિપોર્ટ્સ અનુસાર ઠગ ઓફ હિન્દુસ્તાન આ વર્ષથી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાં શામિલ થઇ શકે છે.

આ પણ વાંચો: Thugs of Hindostan પહેલો દિવસ, આ 10 ફેક્ટ કરી દેશે આશ્ચર્ય ચકિત, આટલો મોટો રેકોર્ડ

ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ 45 કરોડ ઉપરની ઓપનિંગ કરશે જયારે વીકએન્ડ પર ફિલ્મ કલેક્શનમાં વધારો જોવા મળશે. આ ફિલ્મ પોતાના પહેલા વીકએન્ડ પર જ 100-110 કરોડની કમાણી કરી શકે છે. આમિર ખાનની ફિલ્મ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન બંને જગ્યાઓ પર ડિમાન્ડ રહે છે.

આ પણ વાંચો: ઠગ ઓફ હિન્દુસ્તાન અત્યારથી હાઉસફુલ, 1800 રૂપિયા સુધી વેચાઈ રહી ટિકિટ

જાણો મોટા શહેરોમાં આમિર ખાનની ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાનની એડવાન્સ બુકિંગ રિપોર્ટ...

મુંબઈ

મુંબઈ

મુંબઈમાં સવારે 7 વાગ્યાથી જ શૉ શરુ થઇ ચુક્યો છે. અહીં મોટાભાગના શૉ હાઉસફુલ થઇ ચુક્યા છે. મલ્ટીપ્લેક્સના મોટાભાગના શૉ પહેલા બે દિવસમાં જ બુક થઇ ચુક્યા હતા.

દિલ્હી-એનસીઆર

દિલ્હી-એનસીઆર

દિલ્હીમાં ફિલ્મનું બ્લોકબસ્ટર થવું નક્કી છે. અહીં ફિલ્મના લગભગ બધા જ શૉ ફુલ થઇ ચુક્યા છે. સિંગલ થિયેટરમાં પણ શૉ હાઉસફુલ થશે.

પુણે

પુણે

પુણેમાં બુધવાર રાતથી બૂકિંગમાં વધારો જોવા મળ્યો છે. શૉ હાલમાં હાઉસફુલ નથી પરંતુ એક સારી ઓપનિંગ મળવાની આશા છે.

બેંગ્લોર

બેંગ્લોર

અહીં પણ ફિલ્મનો એવરેજ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ગુરુવાર સુધી શૉ લગભગ 50 ટકા સુધી ફૂલ છે, વીકએન્ડ પર આ આંકડો વધી શકે છે.

ચેન્નાઇ

ચેન્નાઇ

અહીં ફિલ્મના IMAX વર્ઝનને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ તમિલમાં પણ રિલીઝ થઇ છે, જેની એડવાન્સ બુકિંગ એવરેજ રહી છે.

શાનદાર ઓપનિંગ

શાનદાર ઓપનિંગ

આ વાતમાં કોઈ જ શંકા નથી કે આમિર ખાનની ફિલ્મને શાનદાર ઓપનિંગ મળશે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ 45-50 કરોડની ઓપનિંગ આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X