Thugs of Hindostan પહેલો દિવસ, આ 10 ફેક્ટ કરી દેશે આશ્ચર્ય ચકિત, આટલો મોટો રેકોર્ડ
દિવાળીનો તહેવાર છે અને આ તહેવારનો ભરપૂર ફાયદો ઉઠાવવા હાજર છે બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન.
દિવાળીનો તહેવાર છે અને આ તહેવારનો ભરપૂર ફાયદો ઉઠાવવા હાજર છે બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન. આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કાલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ આમિરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ ગણાવાઈ રહી છે. તો આ ફિલ્મ પાસેથી ફેન્સને પણ ઘણી આશાઓ છે. તેમાંય ટ્રેલર રિલીઝ થયા બાદ તો લોકો ઠગ્સ ઓફ હિન્દોસ્તાન જોવા માટે બેતાબ છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે જાણીએ ફિલ્મ વિશેના કેટલાક રસપ્રદ કિસ્સા.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન કેટલી મોટી હિટ સાબિત થશે, તેનો અંદાજ એડવાન્સ બુકિંગ પરથી લગાવી શકાય છે. આ ફિલ્મમાં લોકો માટે સૌથી ઈન્ટરેસ્ટિંગ પાત્ર આમિર ખાનનું છે. આમિર ખાને હંમેશાની જેમ આ ફિલ્મ માટે પણ જબરજસ્ત મહેનત કરી છે. જો કે શું તમને ખબર છે કે આ રોલ માટે પહેલી પસંદ આમિર ખાન નહોતા. ડિરેક્ટર આમિર ખાનના બદલે કયા સ્ટારને કાસ્ટ કરવા ઈચ્છતા હતા તેનું નામ જાણીને તમે ચોંકી જશો.
આ પણ વાંચો: ઠગ ઓફ હિન્દુસ્તાન અત્યારથી હાઉસફુલ, 1800 રૂપિયા સુધી વેચાઈ રહી ટિકિટ
તો આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળની સ્ટોરી પણ તમને આશ્ચર્ય ચકિત કરી દેશે. ચાલો જાણીએ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની રિલીઝના એક દિવસ પહેલા ફિલ્મ સાથે જોડાયેલા 10 કિસ્સા.

આમિર નહોતા પહેલી પસંદ
યશરાજ ફિલ્મ્સ તરફથી ઠગ્સ ઓફ હિન્દોસ્તાન માટે સૌથી પહેલા ઋત્વિક રોશનને સાઈન કરાવા હતા. જો કે બાદમાં આ રોલ આમિર ખાનને ઓફર કરાયો.

આમિર ખાનનું પાત્ર
આમિર ખાને જેટલી મહેનત પોતાના લૂક પર કરી છે, એનાથી બમણી મહેનત પોતાના પાત્ર પર કરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ રસપ્રદ પણ મુશ્કેલ પાત્ર નિભાવવાના છે. જે ખૂબ લાલચી છે અને પૈસા માટે પોતાની માતાને પણ વેચી શકે છે. તેનું કોઈ ઈમાન નથી.

રિલીઝ ડેટનો કિસ્સો
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પહેલા યશ ચોપડાના જન્મદિવસ 27 સપ્ટેમ્બર 2018ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ દિવાળીને કારણે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ. દિવાળીના એક દિવસ બાદ ફિલ્મ રિલીઝ કરવાનો વિચાર આમિર ખાનનો જ હતો.

સૌથી મોંઘી ફિલ્મ
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આમિર ખાનના કરિયરની સૌથી મોટી ફિલ્મ છે, સાથે જ યશરાજ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી સૌથી મોંઘી ફિલ્મ પણ છે. આ ફિલ્મનું બજેટ 300 કરોડ જેટલું મનાઈ રહ્યું છે.

ડિરેક્ટર પણ છે ગજબ
આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્યએ ડિરેક્ટ કરી છે. જે ભૂતકાળમાં ધૂમ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે.

પાણીના અંદર ફાઈટ સીન
આ ફિલ્મમાં એક્શન સિકવન્સ જોવા મળશે. જો કે સૌથી રસપ્રદ છે પાણીની અંદરનો ફાઈટ સીન. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે શૂટ કરાયેલા યુદ્ધના સીન થાઈલેન્ડમાં શૂટ થયા છે.

જબરજસ્ત VFX
આ ફિલ્મમાં VFX પાછળ પણ મોટો ખર્ચ કરાયો છે. ખુદ મેકર્સ કહી રહ્યા છે કે ફિલ્મના VFX ઓડિયન્સને ચોંકાવી દેશે. ફિલ્મમાં VFX માટે હોલીવુડની ટીમને કામ સોંપાયું હતું.

આ છે સાચી સ્ટોરી
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન એક પુસ્તક પર આધારિત છે. આ નોવેલ 1939માં રિલીઝ થઈ હતી, જેનું નામ છે કન્ફેશન ઓફ ધ ઠગ્સ. આ સ્ટોરી 17980થી 1805 વચ્ચેના ગાળા પર આધારિત છે. આ ફિલ્મમાં ભારતના ઉત્તર વિસ્તારમાં રહેતા એ ઠગ્સની વાત છે જેમણે અંગ્રેજોને પરેશાન કરી દીધા હતા.

ક્લાઈમેક્સ છે ફિલ્મનો પ્રાણ
કહેવાઈ રહ્યું છે કે ફિલ્મનો ક્લાઈમેક્સ જબરસ્ત છે. મેકર્સનું માનીએ તો ક્લાઈમેક્સ જ ફિલ્મનો પ્રાણ છે. ક્લાઈમેક્સ લીક ન થાય તે માટે ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. આ સીન્સનું શૂટિંગ વિદેશમાં કરાયું છે.

અમિતાભ અને આમિર
ફિલ્મની સૌથી મોટી સરપ્રાઈઝ છે અમિતાભ બચ્ચન. ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના ટ્રેલરમાં જ તેમના ધમાકેદાર સીન્સ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આટલા વર્ષોમાં પહેલીવાર આ બંને સુપરસ્ટાર સાથે કામ કરી રહ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
