Pics : આમિર ખાને કરી 88 કરોડની સૌથી મોટી ડીલ!
મુંબઈ, 31 મે : કોઈ પણ પ્રોજેક્ટ ઉપર પોતાનું સો ટકાથી વધુ આપનાર અભિનેતા આમિર ખાને જાહેરખબર જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ સાઇન કરી છે. આમિરે એક કમ્પનીની એડ સિરીઝને શૂટ કરવા માટે 88 કરોડ રુપિયા માંગ્યાં. જોકે આટલી મોટી રકમ કમ્પની માટે કોઈ ઝાટકાથી ઓછી નહોતી, પણ આમિરની ક્ષમતા અને છબી જોતાં તે કોઈ પણ કિંમતે આમિર ખાન સાથે કામ કરવા માંગતી હતી.
આ ડીલ સાઇન કરતાં જ આમિરે પોતાના સાથી તમામ અભિનેતાઓને પાછળ મૂકી દીધાં છે. આ એક વર્ષનો કરાર છે કે જેમાં તેઓ જાહેરખબર સિરીઝ શૂટ કરશે. ઉપરાંત એમ પણ કહે છે કે આમિર કોઈ પણ ફિલ્મ સાઇન કરવા માટે ભારે રકમ લે છે કે જે ફિલ્મની કમાણીથી થતા લાભના શૅર તરીકે હોય છે. જોકે આમિરના પ્રવક્તાએ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, તો કમ્પનીના પ્રતિનિધિ સાથે પણ વાત થઈ શકી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ કહે છે કે કમ્પની અગાઉ એક જ એડ શૂટ કરવા માંગતી હતી, પણ આમિરની માંગ જોતાં તેણે પોતાની વ્યુહરચના બદલી નાંખી. એમ પણ આજકાલ જોવામાં આવે છે કે અભિનેતાઓમાં જાહેરખબરોમાં કામ કરવાની એક સ્પર્ધા ચાલતી હોય છે, કારણ કે તેની અવધિ સીમિત હોય છે અને તેના વડે તેઓ દર્શકો વચ્ચે પોતાની હાજરી પણ નોંધાવી લેતાં હોય છે. ઉપરાંત પૈસા તો મળે જ છે.

આમિર ખાન
આમિર ખાને જાહેરખબર જગતની અત્યાર સુધીની સૌથી મોટી 88 કરોડની ડીલ કરી છે.

સલમાન ખાન
સલમાન ખાને કોકા કોલાની જાહેરખબર માટે 20 કરોડ રુપિયા લીધાં છે.

કરીના કપૂર
કરીના કપૂરે એક કંસ્ટ્રક્શન કમ્પનીની જાહેરખબર માટે 10 કરોડ લીધાં છે.

રણબીર કપૂર
રણબીર કપૂરે સૉફ્ટ ડ્રિંકની જાહેરખબર માટે 8 કરોડ લીધાં છે.

કૅટરીના કૈફ
કૅટરીના કૈફે એક પેંટ કમ્પનીની એડ માટે 8 કરોડ રુપિયા લીધાં છે.












Click it and Unblock the Notifications
