મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં ટ્વીટર એકાઉન્ટ થયું સસ્પેન્ડ

Written By:
Subscribe to Oneindia News

સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના વિવાદાસ્પદ ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેઓ ક્યારેક શાહરૂખ ખાન તો ક્યારેક સલમાન ખાન તો ક્યારેક મહિલાઓ પર નિશાન સાધી ટ્વીટ કરે છે. પોતાના આવા ટ્વીટને કારણે જ હવે તેઓ મોટી મુસીબતમાં મુકાઇ ગયા છે. મહિલાઓ અંગેના અભદ્ર ટ્વીટને કારણે ટ્વીટર ઇન્ડિયા દ્વારા તેમનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

abhijeet bhattacharya

આ વિવાદ શરૂ થયો અભિજીત ભટ્ટાચાર્યએ જેએનયૂ છાત્રસંઘના નેતા શેહલા રાશિદ પર કરેલ આપત્તિજનક ટિપ્પણીથી. આ ટિપ્પણી બાદ મંગળવારે તેમનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું. તેમણે શેહલા રાશિદ પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ મુક્યો હતો અને તેમના ચરિત્ર અંગે પણ સવાલો કર્યા હતા.

આ સિવાય પરેશ રાવલે થોડા દિવસો પહેલા અરુંધતી રોય અંગે કરેલ એક ટ્વીટને રિટ્વીટ કરતાં અભિજીત ભટ્ટાચાર્યએ લખ્યું હતું, અરુંધતી રોયને ગોળી મારી દેવી જોઇએ. અભિજીતના આવા ટ્વીટ બાદ ઘણા ટ્વીટર યૂઝર્સે તેમની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરી તેમનું એકાઉન્ટ બંધ કરવાની માંગણી કરી હતી.

અહીં વાંચો - પથ્થરબાજોની જગ્યાએ અરુંધતી રોયને જીપ સાથે બાંધોઃ પરેશ રાવલ

English summary
Abhijeet Bhattacharya twitter account suspended due to offensive tweets.
Please Wait while comments are loading...