અભિષેકની ગાડીથી મીડિયાકર્મીને ઈજા, વળતરનો ઇનકાર
મુંબઈ, 17 મે : સામાન્ય રીતે બચ્ચન પરિવાર શાલીન ગણાય છે. ખાસ તો મીડિયા સામે આ પરિવાર ખૂબ જ વ્યવસ્થિત રીતે વ્યવહાર કરે છે, પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે જેના પગલે અપ્રિય બનાવ બની જાય છે. બુધવાર સાંજે બૉલીવુડ અભિનેતા સંજય દત્તના ઘરે અભિષેક બચ્ચન સાથે કંઇક આવું જ બની ગયું.

અમિતાભ બચ્ચન કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોવાના કારણે પુત્ર અભિષેક બચ્ચન સંજય દત્તને મળવા તેમના ઘરે એકલા જ પહોંચ્યા હતાં, પરંતુ સંજયને મળીને જેવા તેઓ બહાર નિકળ્યાં કે મીડિયાકર્મીઓ તેમને ઘેરી વળ્યાં. એ વખતે અભિષેક માટે ગાડી સંજય દત્તના ઘરની બહાર નિકળવી મુશ્કેલ થઈ પડ્યું. તમામ કૅમેરામેન્સ માત્ર અભિષેકની તસવીર જ ઇચ્છતા હતાં. તેથી કારના ડ્રાઇવરને ઘણી તકલીફ પડી રહી હતી. તેણે બ્રેક મારવાના પ્રયત્ન કર્યં, પરંતુ અભિષેકની ગાડી કેટલાંક મીડિયાકર્મીઓ સાથે અથડાઈ ગઈ.
કહે છે કે એક કૅમેરામૅનના પગે ઈજા પહોંચી છે. અભિષેક બચ્ચને આ કૅમેરામૅનને વળતર આપવાની ઑફર કરી, પરંતુ કૅમેરામૅને વળતર લેવાનો ઇનકાર કરી દીધો, કારણ કે ઈજા ગંભીર નહોતી.












Click it and Unblock the Notifications
