For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વખાણ અને ટીકા માટે તૈયાર રહુ છું : અભિષેક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 માર્ચ : જૂનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચને જણાવ્યું કે તેઓ વખાણ અને ટીકા બંને માટે તૈયાર રહે છે. 37 વર્ષીય અભિષેક બચ્ચને મુંબઈ પોલીસ માટે સોશિલય મીડિયા લૅબનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું - ટ્વિટર એક જાહેર મંચ છે અને અહીં સૌને અભિવ્યક્તિની આઝાદી છે. જો હું ટ્વિટર પર છું, તો મને લાગે છે કે અહીં લોકોની વાતો સાંભળવી જોઇએ.

અભિષેકે જણાવ્યું - જો કોઈ વાંધાજનક વાતો લખે, તો હું તેને બ્લૉક કરી શકુ છું. આ મારો નિર્ણય છે. પ્રસિદ્ધ હોવાના કારણે આપને વખાણ અને ટીકા બંને મળે છે. હું તેનાથી પરેશાન થતો નથી.

નોંધનીય છે કે સોશિયલ મીડિયા લૅબમાં 20 પોલીસ અધિકારીઓની ટીમ હશે કે જે ફેસબુક તેમજ ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વિવિધ વિષયો પર થતી ચર્ચા પર સંશોધન કરશે. અભિષેક બચ્ચન હાલ ધૂમ 3 : બૅક ઇન એક્શન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. તેમની અન્ય બે ફિલ્મો હૅપ્પી ન્યુ ઈયર તથા દોસ્તાના 2નું શૂટિંગ ટુંકમાં જ શરૂ થશે.

English summary
Abhishek Bachchan inaugurates India's first social media lab for police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X