Pics : અભિષેકની ઇચ્છા : ધૂમ 4માં હીરો બને આમિર
મુંબઈ, 8 ઑગસ્ટ : અભિનેતા અભિષેક બચ્ચન કહે છે કે ધૂમ 3માં અભિનેતા આમિર ખાન સાથે કામ કરવું તેમના માટે સૌભાગ્યની વાત છે. આમિર ફિલ્મમાં વિલનની ભૂમિકા કરી રહ્યાં છે. અભિષેક ઇચ્છે છે કે આમિર ખાન ધૂમ 4માં પણ કામ કરે અને વિલન તરીકે નહીં, પણ નાયક તરીકે.

અભિષેકે જણાવ્યું - ધૂમ ત્રીજી વાર ધૂમ મચાવવા તૈયાર છે. જય તથા અલી પુનઃ એક વાર લોકો સમક્ષ હશે અને આ વખતે અમારી સાથે આમિર ખાન છે. કોઈ પણ અભિનેતા માટે આમિર સાથે કામ કરવું એક સૌભાગ્ય છે. તમે તેમને જોઈને જ ઘણું બધું શીખી શકો છો. આમિર ખૂબ જ સહકારાત્મક સ્વભાવના છે. બીજાઓનું ધ્યાન રાખે છે. અમે ધૂમ 4માં પણ તેમને કામ કરવાનો આગ્રહ કરીશું અને કહીશું કે તેઓ આ વખતે નાયકની ભૂમિકા કરે. ધૂમ 3 ફિલ્મમાં કૅટરીના કૈફ તેમજ જૅકી શ્રૉફ જેવા કલાકારો પણ કામ કરી રહ્યાં છે.
અભિષેકે આજે નાયક દ્વારા ખલનાયક તરીકેનો રોલ કરવાના ટ્રેન્ડ અંગે જણાવ્યું - આ કોઈ નવી વાત નથી. નાયકો અગાઉ પણ ખલનાયક તરીકેનો રોલ કરતાં આવ્યાં છે. મેં યુવા ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા કરી હતી. મારા પિતા અમિતાભ બચ્ચન પરવાના ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જ હતાં. મને લાગે છે કે આ બાબત ફિલ્મના પાત્ર ઉપર અવલમ્બે છે.












Click it and Unblock the Notifications
