બડે મિયા છોટે મિયાના સેટ પર અકસ્માત, અક્ષય કુમાર ઘાયલ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારનો સમય સારો નથી ચાલી રહ્યો. ગયા વર્ષે તેની ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થયા બાદ હવે તેને લઈને વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી વિગતો અનુસાર, બડે મિયા છોટે મિયાના સેટ પર અકસ્માત થતા અક્ષય કુમાર ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
ફેન્સ તેની આવનારી ફિલ્મ બડે મિયા છોટે મિયાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ અક્ષય કુમારને પણ ઉમ્મીદ છે ત્યારે હવે આ ખરાબ સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારને શૂટિંગ દરમિયાન ઈજા થઈ છે. આ ઘટના બની ત્યારે તે ટાઇગર શ્રોફ સાથે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો. જો કે અક્ષયે ઈજાગ્રસ્ત થયા પછી પણ કામ ચાલુ રાખ્યું હતું.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, અક્ષય કુમારને એક્શન સીન દરમિયાન ઇજા થઈ છે. ગંભીર ઈજા ન થઈ હોવાથી તે બાકીની ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે. હાલ પુરતુ એક્શન સિક્વન્સનું શુટિંગ અટકાવી દેવામાં આવ્યુ છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર, અક્ષય ટાઇગર સાથે એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સ્ટંટ કરતા આ ઈજા થઈ છે. શુટિંગ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યુ છે. અક્ષય કુમારને ઈજા તેના ફેન્સ ચિંતા કરી રહ્યા છે અને જલ્દી સારા થવાની કામના કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
