ચોક્કસ ઇમેજમાં બંધાઈ ન રહી શકું : અલી ઝફર
મુંબઈ, 30 એપ્રિલ : હાસ્ય ફિલ્મ તેરે બિન લાદેન દ્વારા પોતાના કૅરિયરની શરૂઆત કરનાર અભિનેતા અને ગાયક અલી ઝફરનું માનવું છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અભિનેતાને કોઈ ઇમેજમાં કેદ કરવાની કોશિશ નથી કરવામાં આવતી.

તેમણે જણાવ્યું - હું નથી માનતો કે બૉલીવુડમાં અભિનેતાને એક સરખા જ રોલ મળે છે. જો આપ પોતાને વિવિધ પ્રકારના રોલ માટે તૈયાર રાખો, તો અંતે લોકોને આપનું પ્રદર્શન વિવિધ પ્રકારે જોવા મળે છે.
અલી ઝફર ટુંકમાં જ અમન કી આશા ફિલ્મમાં યામી ગૌતમ સાથે નજરે પડનાર છે. તેઓ હાલ ડેવિડ ધવન દિગ્દર્શિત ચશ્મે બદ્દૂર ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેઓ હાલ અમેરિકામાં સંગીત કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત છે.












Click it and Unblock the Notifications
