• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#MeToo: સાજિદ ખાને આ હિરોઈનને પૂછ્યું- 100 કરોડ આપીશ તું કુતરા સાથે સેક્સ કરીશ?

|
Google Oneindia Gujarati News

સાજિદ ખાન પર મહિલાઓ સતત આરોપો લગાવી રહી છે. એક બાદ એક કેટલીય એક્ટ્રેસે સાજિદ પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. જ્યારે કેટલાક લોકોએ યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો છે. હવે એક્ટ્રેસ આહના કુમરાએ સાજિદ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આહનાએ કહ્યું કે, એક મીટિંગમાં સાજિદે તેને બોલાવી અને સેક્સ સંબંધી સવાલો કરવા લાગ્યો હતો. લિપ્સટિક અંડર માઈ બુર્કા ફેમ એક્ટ્રેસ આહના કુમરાએ કહ્યું- લગભગ એક વર્ષ પહેલા સાજિદ ખાન સાથે મારી મુલાકાત થઈ હતી. મને અંદાજો હતો કે તે થોડો હલકટ માણસ છે. હું છતાં તેને મળી અને તેણે એવું જ કર્યું જેવું સલોની ચોપરાએ પોતાના આરોપોમાં કહ્યું.

અહાનાએ લગાવ્યો આરોપ

અહાનાએ લગાવ્યો આરોપ

હું એમના ઘરે પહોંચી, તેઓ મને રૂમમાં લઈને ચાલ્યા ગયા, જ્યાં સરખીરીતે લાઈટ પણ નહોતી ચાલતી. એમણે મને બેસાડીને કહ્યું કે હું તારા વિશે જાણવા માગું છું. મેં એમને બહાર બેસવાનું પૂછ્યું તો તેમણે કહ્યું કે ત્યાં મારા મમ્મી બેઠાં છે એમને શું ખોટાં હેરાન કરવાં. બાદમાં મેં એમને લાઈટ ચાલુ કરવા કહ્યું તો તેમણે લાઈટ ચાલુ કરી અને બાદમાં મારા વિશે પૂછવા લાગ્યા.

ઘરની વાત કરતા મે એમને કહ્યું કે મારા મા એક પોલીસ ઑફિસર છે. આ વાત મે એટલા માટે કહી જેથી કરીને તે સચેત થઈ જયા. પરંતુ સાજિદે મને અજીબોગરીબ સવાલો કરવાનું શરૂ કરી દીધું. તેણે મને પૂછ્યું કે જો હું તને 100 કરોડ રૂપિયા આપું તો તું કુતરા સાથે સેક્સ કરીશ? સાજિદ મુજબ જો મારે મેનસ્ટ્રીમ ફિલ્મોમાં હિરોઈનનું બનવું હોય તો તેના દરેક વલ્ગર જોક્સ પર હસવાનું હતું. એમણે મને કહ્યું કે હું બહુ વધુ વિચારું છું અને હું મેનસ્ટ્રીમ ફિલ્મો માટે બની નથી. અહીં જાણો સાજિદ પર અત્યાર સુધીમાં કેટલા આરોપો લાગી ચૂક્યા છે.

આસિસ્ટન્ટ ડિરેક્ટર

આસિસ્ટન્ટ ડિરેક્ટર

શરૂઆત ત્યારે થઈ જ્યારે હમશકલ્સની આસિસ્ટન્ટ ડિરેક્ટરે સાજિદની કરતૂતોનો પર્દાફાશ કર્યો. એમણે લખ્યું કે સાજિદ પોતાનું પેન્ટ ખોલીને મારી સામે બેસી ગયો હતો અને કહેવા લાગ્યો કે જો તને જોઈને મને કંઈ નથી થઈ રહ્યું. તું એટલી સુંદર છો જ નહિ કે કોઈને કંઈ થઈ શકે.

મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર

મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર

એક મહિલા પત્રકાર કરિશ્મા ઉપાધ્યાયે પણ સાજિદ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. કરિશ્માનું કહેવું છે કે તે પહેલી વાર હતું જ્યારે તે સાજિદ ખાનનું ઈન્ટર્વ્યૂ લેવા માટે એમના ઘરે ગઈ હતી અને તે એમનાથી અજીબો ગરીબ રીતે વાત કરી રહ્યો હતો. એમણે પોતાના ગુપ્તાંગ વિશે કહ્યું કે તેની સાઈઝ શું છે અને તે મહિલાઓને કઈ રીતે સુતુષ્ટ કરે છે.

એક્ટ્રેસ સિમરન સૂરી

એક્ટ્રેસ સિમરન સૂરી

એક્ટ્રેસ સિમરન સૂરીએ જણાવ્યું કે સાજિદ ખાને અજય દેવગનની ફિલ્મ હિમ્મતવાલા દરમિયાન ફોન પર ઑડીશન્સ માટે બોલાવી હતી. સાજિદે એમના ઘરે મને બોલાવી હતી. બાદમાં તેણે મને કપડાં ઉતારવા કહ્યું. હું આઘારમાં હતી. સાજિદે મને કહ્યું કે તું તારાં કપડાં ઉતાર. હું તારી બૉડી જોવા માગું છું. તે મારી બાજુમાં આવ્યો અને ટૉપ નીચે કરતા કહ્યું કે તારી ક્વીવેજ તો દેખાડ. હું જોરથી ચીસો પાડવા લાગી અને તેને ગાળો આપતી ત્યાંથી નીકળી ગઈ. બાદમાં સાજિદનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે બધું એકબીજાને જાણવા-પહેચાનવા માટે જરૂરી હોય છે.

મંદાના કરીમી

મંદાના કરીમી

બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમીએ ખુદ સાથે થયેલ યૌન ઉત્પીડનનો ખુલાસો કર્યો છે. મંદાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સાજિદ ખાને મને 2014માં હમશક્લમાં એક રોલ ઑફર કર્યો હતો. એમણે મને પોતાની ઑફિસમાં બોલાવી અને કપડાં ઉતારી દેખાડવા માટે કહ્યું. સાજિદની આ ડિમાન્ડે મને હેરાન કરી મૂકી હતી. આ સમયે મારી મેનેજર પણ ત્યાં હાજર હતી. બાદમાં અમે બંને ત્યાંથી તુરંત નીકળી ગઈ.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

દિયા મિર્ઝાએ ટ્વિટ કર્યું હતું કે- તે જાણે છે કે સાજિદ કેવો માણસ છે અને આ તેની હરકતો એકદમ હલકટ પ્રકારની છે.

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા બસુએ કહ્યું કે હમશકલ્સ બાદ ક્યારેય પણ સાજિદ સાથે કામ ન કરવાની મેં કસમ ખાધા હતા. બિપાશા કહે છે કે સાજિદ સામે કોણ બેઠું છે તે જોયા વિના જ વલ્ગર જોક્સ કહેતો રહેતો હતો. સાથે જ બિપાશા બસુએ સ્પષ્ટ કર્યું કે મહિલાઓ પ્રત્યે સાજિદ ખાનનો વ્યવહાર ક્યારેય પણ સારો નહોતો.

ફિલ્મથી બહાર કર્યો

ફિલ્મથી બહાર કર્યો

આટલા આરોપો બાદ સાજિદ ખાનને ફિલ્મ હાઉસફુલ 4ના ડિરેક્ટર પદ પરથી હટાવી મૂકવામાં આવ્યો છે. હવે આ ફિલ્મનું ડિરેક્શન ફરહાદ સામજી કરી રહ્યા છે.

પહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝપહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝ

English summary
Actress Aahana Kumra opened up about her unpleasant experiences with Sajid Khan and Anirban Blah. She has accused Sajid Khan of harassment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X