અભિનેત્રી નિકિતા રાવલને બંદૂક બતાવી 7 લાખ લૂંટ્યા

દિલ્હીમાં એક અભિનેત્રી સાથે આવી જ એક ઘટના સામે આવી છે. બોલીવુડ અભિનેત્રી નિકિતા રાવલ તાજેતરમાં લૂંટનો શિકાર બની હતી. નકાબધારી ચોરોએ અભિનેત્રીને બંદૂકની અણીએ બંદી બનાવ્યા અને 7 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.

નવી દિલ્હી : ગયા અઠવાડિયે ચંદીગઢમાં રોર અભિનેત્રી અલંકૃતા સહાય પાસેથી છરીની અણીએ લાખોની લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, હવે દિલ્હીમાં એક અભિનેત્રી સાથે આવી જ એક ઘટના સામે આવી છે. બોલીવુડ અભિનેત્રી નિકિતા રાવલ તાજેતરમાં લૂંટનો શિકાર બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નકાબધારી ચોરોએ અભિનેત્રીને બંદૂકની અણીએ બંદી બનાવ્યા અને 7 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. વર્ષ 2008ની ફિલ્મ 'બ્લેક એન્ડ વ્હાઇટ'માં અનિલ કપૂર સાથે કામ કરનારી નિકિતા રાવલ આ ઘટના બાદ આઘાતમાં છે.

Nikita Rawal

નિકિતા શૂટિંગ માટે દિલ્હી આવી હતી

નિકિતા શૂટિંગ માટે દિલ્હી આવી હતી

અભિનેત્રી નિકિતા રાવલે ખુલાસો કર્યો કે, આ ઘટના દિલ્હીના શાસ્ત્રી નગરમાં બની હતી જ્યાં તે તેની કાકી સાથે રહેતી હતી. નિકિતા તેના એક પ્રોજેક્ટના શૂટિંગ માટેદિલ્હી આવી હતી. જ્યારે તે ઘરમાં એકલી હતી, ત્યારે કેટલાક નકાબધારી લૂંટારુઓ બળજબરીથી ઘરમાં ઘુસી આવ્યા અને તેને બંદી બનાવી લીધો. તેમના ચહેરામાસ્કથી ઢંકાયેલા હતા, તેથી અભિનેત્રી તેમને જોઈ શકતી ન હતી.

'હું જીવિત છું એ મારા માન્યામાં નથી આવતું'

'હું જીવિત છું એ મારા માન્યામાં નથી આવતું'

31 વર્ષીય અભિનેત્રી નિકિતાએ જણાવ્યું કે, તેની પાસે 7 લાખ રૂપિયા રોકડા હતા જે લૂંટારાઓએ બંદૂકની અણીએ લૂંટી લીધા હતા. તેમની પાસેથી પોતાને બચાવવામાટે તે આલમારીમાં છૂપાઇ ગઇ હતી. તેણે કહ્યું કે, તે હજૂ પણ આઘાતજનક ઘટનામાંથી બહાર આવી નથી અને તેણીને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, તે હજૂ જીવિત છે.

જોહું લૂંટારાઓ સાથે લડી હોત તો હું મરી જાત, મેં મારી જાતને કબાટમાં છૂપાવી દીધી હતી. કારણ કે, લૂંટ સમયે હું ઘરમાં એકલી હતી. આ ઘટના બની ત્યારે મારા કાકીઘરે હાજર ન હતા.

કાર દ્વારા પીછો કરવામાં આવ્યો હતો

કાર દ્વારા પીછો કરવામાં આવ્યો હતો

આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે નિકિતા તેના માસીના ઘરે જઈ રહી હતી, ત્યારે ટોયોટા ઈનોવા કાર એકદમ સ્પીડમાં આવી અને તેની કારનીસામે અટકી ગઈ હતી.

ટોયોટામાંથી ચાર નકાબધારી શખ્સો બહાર આવ્યા અને અભિનેત્રીને બંદૂક બતાવીને તેણી જે બધું લઈ રહ્યા હતા. તે બધું આપવા કહ્યું. સાતલાખ રૂપિયા ઉપરાંત નિકિતાએ તેની વીંટીઓ, ઘડિયાળ, કાનની બુટ્ટી, હીરાનું પેન્ડન્ટ પણ લૂંટારાઓને આપ્યું હતું.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

આ ઘટના બાદ નિકિતાની ફરિયાદના આધારે ગુનેગારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નિકિતા રાવલ પહેલાચંદીગઢમાં રહેતી અભિનેત્રી અલંકૃતા સહાય સાથે પણ આવી જ ઘટના બની હતી. જ્યારે તે ઘરમાં એકલી હતી, ત્યારે તેને છરી બતાવીને તેને લૂંટી લેવામાં આવી હતી.

નિકિતા રાવલનું નામ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે તેણે નિર્માતા રાજ કુન્દ્રાની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ આ કેસમાં

બિનજરૂરી રીતે ખેંચવામાં આવી રહ્યું છે.

કોણ છે નિકિતા રાવલ?

કોણ છે નિકિતા રાવલ?

મુંબઈમાં રહેતી બોલીવુડ અભિનેત્રી નિકિતા રાવલ વર્ષ 2007 ની ફિલ્મ 'મિસ્ટર હોટ મિસ્ટર કૂલ', વર્ષ 2008 ની 'બ્લેક એન્ડ વ્હાઈટ' અને વર્ષ 2009 ની ફિલ્મ 'ધ હીરો-અભિમન્યુ'માં જોવા મળી છે.

આ સાથે તે ટૂંક સમયમાં જ અરશદ વારસીની આગામી ફિલ્મ 'રોટી કપડા ઔર રોમાન્સ'માં જોવા મળશે, નિકિતા એક સારી ડાન્સરપણ છે.

અભિનય ઉપરાંત નિકિતા આસ્થા ફાઉન્ડેશન નામની એનજીઓ પણ ચલાવે છે. તેના એનજીઓએ ગયા વર્ષે કોરોના મહામારી દરમિયાન પણ લોકોને મદદ કરીહતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X