Adah Sharma Birthday: 'ધ કેરલ સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્મા છે કરોડોની સંપત્તિની માલિક, જાણો તેની કમાણી

Adah Sharma Birthday: ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' અને તેની મુખ્ય હિરોઈન અદા શર્મા હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. ફિલ્મમાં અદા શર્માની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અદા શર્મા હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

આજે અદા શર્માનો 31મો જન્મદિવસ છે. આવો અમે તમને અદા શર્માના જન્મદિવસના આ ખાસ અવસર પર તેની કમાણી અને નેટવર્થ વિશે જણાવીએ.

Adah Sharma

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી અદા શર્માએ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' માટે 1 કરોડ રૂપિયા ફી લીધી છે. આ ફિલ્મમાં અભિનેત્રી અદા શર્માએ શાલિની ઉન્નીકૃષ્ણન નામની યુવતીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અદા શર્માએ પોતાની એક્ટિંગના જોરે લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે.

તમને જણાવી દઈએ કે અદા શર્મા આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેણે ફિલ્મ '1920'થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેમની આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. બૉલિવુડ સિવાય અદા શર્માએ ઘણી તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદા શર્માની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયાથી વધુ છે. અદા શર્મા મુંબઈમાં લક્ઝરી ફ્લેટમાં રહે છે જેની કિંમત લગભગ 2 કરોડ છે. આ સિવાય અદા શર્માને મોંઘા વાહનોનો પણ શોખ છે.

તમને જણાવી દઈએ કે બૉલિવુડ એક્ટ્રેસ અદા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અદા શર્માને ઈન્સ્ટાગ્રામ પર 7.3 મિલિયન લોકો ફોલો કરે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ સિવાય અદા શર્માને સોલો ટ્રાવેલ કરવાનું પણ પસંદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X