ગોદરેજ સાબુમાં ઉમેરાઈ અદાની અદાઓ : જુઓ તસવીરો
મુંબઈ, 15 મે : વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત 1920 ફિલ્મ સાથે અભિનય ક્ષેત્રે શરુઆત કરનાર અભિનેત્રી અદા શર્મા સૌંદર્ય સાબુ બ્રાન્ડ ગોદરેજ નંબર 1ના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયાં છે.
અદા શર્મા ગોદરેજ બ્રાન્ડની હિન્દી, તામિળ તથા તેલુગુ આવૃત્તિની જાહેરાતોમાં નજરે પડશે. અદા શર્મા તાજેતરમાં જ હાર્ટ અટૅક અને હસી તો ફસી જેવી ફિલ્મોમાં પણ દેખાયા હતાં. અદા શર્માએ આઈએએનએસને જણાવ્યું - મારી પસંદગી ગોદરેજ નંબર 1 સૌંદર્ય સાબુની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે થઈ છે. હું જાહેરખબરનું શૂટિંગ કરી ચુકી છું કે જે હિન્દી, તેલુગુ અને તામિળ ભાષાઓમાં પ્રસારિત થશે.
ચાલો તસવીરો સાથે જાણીએ અદા શર્મા વિશે વધુ વિગતો :

1920થી શરુઆત
અદા શર્માએ વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ 1920થી અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.

હાર્ટ ઍટૅક
અદાએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકમાં કામ કર્યું છે. પુરી જગન્નાથ દિગ્દર્શિત ફિલ્મ હાર્ટ ઍટૅકમાં તેમના હીરો નિતિન છે.

હસી તો ફસી
અદા શર્મા તાજેતરમાં જ આવેલી હસી તો ફસી ફિલ્મમાં પણ દેખાયા હતાં.

ભાષાથી પર થયું ઉદ્યોગ
અદાએ એક વાતચીતમાં જણાવ્યું - અભિનેતાઓ અને ટેક્નીશિયનો ભાષાથી પર વિવિધ ઉદ્યોગમાં કામ કરવા લાગ્યાં છે.

રેખા થઈ ધુંધળી
તેમણે જણાવ્યું - આમ થવાથી મને લાગે છે કે ઉદ્યોગો વચ્ચેની રેખા ધુંધળી થવા લાગી છે.

મારો જ દાખલો લઈ લ્યો
અદાએ પોતાના કૅરિયરનો દાખલો આપતા જણાવ્યું - મેં હાર્ટ ઍટૅક ત્યારે સાઇન કરી કે જ્યારે હું હસી તો ફસીના છેલ્લા તબક્કે હતી. મને ખબર હતી કે હું કરણ જૌહરની ફિલ્મ કરી રહી છું. છતાં પણ હું પુરી સર સાથે કામ કરવા માંગતી હતી.

તેલુગુ-તામિળમાં કામ કરવાની ઇચ્છા
અદાએ જણાવ્યું - હું તેલુગુ અને તામિળના ઘણા દિગ્દર્શકો સાથે કામ કરવા માંગુ છું.

હું યોજના બનાવતી યુવતી નથી
અદાને પોતાના કૅરિયરની યોજના બનાવવી પસંદ નથી. તેમણે જણાવ્યું - હું યોજના બનાવનારી છોકરી નથી.

હૉરરમાંથી પ્રોફેશનલ ફિલ્મ
અદાએ જણાવ્યું - મેં હૉરર બૉલીવુડ ફિલ્મથી શરુઆત કરી હતી, જ્યારે તેલુગુમાં મારી શરુઆત ખૂબ જ વ્યાવસાયિક છે. હકીકતમાં હું પોતાના કૅરિયરનું આયોજન નથી કરતી.

હિન્દી-સાઉથમાં અંતર નથી
અદા શર્મા બૉલીવુડ અને તેલુગુ ફિલ્મ જગતમાં કોઈ ખાસ અંતર નથી અનુભવતાં. ભાષા ઉપરાંત મને કોઈ અંતર સમજાયું નહીં.

હાર્ટ ઍટૅકથી ખુશ
અદા શર્મા પોતાની પ્રથમ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકને મળેલ પ્રતિસાદથી ખૂબ ખુશ છે.

પુરીની ફિલ્મો પસંદ
અદા શર્માને દક્ષિણના ફિલ્મ દિગ્દર્શક જગન્નાથ પુરીની ફિલ્મો પસંદ છે. જોકે તેઓ તમામ ભાષાઓની ફિલ્મો જુએ છે.

ત્રણ ફિલ્મો
અદા શર્મા પાસે હાલ બે તેલુગુ ફિલ્મો અને એક બૉલીવુડ ફિલ્મ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
