Big Breaking : આદિત્ય અને રાણીએ ઇટાલીમાં કર્યા લગ્ન...

મુંબઈ, 22 એપ્રિલ : લાંબા સમયથી અભિનેત્રી રાણી મુખર્જી અને નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરાના લગ્નનો ઇંતેજાર થઈ રહ્યો હતો અને આ ઇંતેજાર ગઈકાલે રાત્રે ખતમ થઈ ગયો. આદિત્ય અને રાણીએ ગઈકાલે રાત્રે ઇટાલી ખાતે લગ્ન કરી લીધાં અને આ સાથે જ બૉલીવુડના મોસ્ટ અવેટેડ મૅરેજ સમ્પન્ન થઈ ગયાં.

રાણી મુખર્જી અને આદિત્ય ચોપરા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધો હતાં અને બંનેના લગ્ન યશ ચોપરાની હયાતીમાં જ થઈ જવાના હતાં, પરંતુ યશ ચોપરા ડેંગૂની બીમારીનો ભોગ બની અચાનક નિધન પામ્યા અને આ લગ્ન પાછા ઠેલવાઈ ગયાં. વચ્ચે-વચ્ચે બંનેના લગ્નના સમાચારો પણ આવ્યાં, પરંતુ દરેક વખતે લોકો નિરાશ જ થયાં, પરંતુ હવે આ યુગલ દમ્પતિ બની ગયું છે. રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્નના સમાચારથી ફિલ્મી શેરીઓમાં ખુશીની લહેર છે.

નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાચારો આવ્યાહતાં કે રાણી-આદિત્ય માર્ચમાં લગ્ન કરી લેવાનાં છે. યશરાજના દરેક ઈવેંટ અને દરેક સમારંભમાં રાણી મુખર્જી ચોપરા ખાનદાન સાથે જ નજરે પડે છે. ચર્ચાઓ તો એવી પણ છે કે આદિત્ય અને તેમના પત્ની પાયલના છુટાછેડાનું કારણ રાણી મુખર્જી જ હતાં. જોકે રાણી-આદિત્યનો પ્રેમ જગ-જાહેર છે. આમ છતાં રાણી તથા આદિત્યમાંથી કોઈ પણ પોતાના સંબંધ અંગે જાહેરમાં કે મીડિયામાં કંઈ કહેતા નથી.

ચાલો જોઇએ રાણી-આદિત્યના લગ્નની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

ઇટાલીમાં કર્યા લગ્ન

ઇટાલીમાં કર્યા લગ્ન

રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાએ ગઈકાલે રાત્રે ઇટાલીમાં લગ્ન કરી લીધાં.

નિકટ સંબંધીઓની હાજરી

નિકટ સંબંધીઓની હાજરી

રાણી અને આદિત્ય ચોપરાના લગ્ન પ્રસંગે આદિત્યના માતા પામેલા ચોપરા, રાણીના સંબંધીઓ સહિત નિકટના મિત્રો-પરિજનો હાજર રહ્યા હતાં.

લાંબા વખતથી ચર્ચા

લાંબા વખતથી ચર્ચા

રાણી-આદિત્યના લગ્ન અંગે બૉલીવુડમાં લાંબા વખતથી ચર્ચાઓ ચાલતી હતી.

અનેક તારીખો જાહેર

અનેક તારીખો જાહેર

આદિત્ય-રાણીના લગ્ન અંગે અનેક વખત તારીખો જાહેર થઈ, પરંતુ લગ્ન નહોતા થઈ શક્યાં.

યશ સામે જ થવાના હતાં લગ્ન

યશ સામે જ થવાના હતાં લગ્ન

આદિત્ય-રાણી ઘણા સમયથી રિલેશનમાં હતાં અને યશ ચોપરાની હયાતીમાં જ બંનેના લગ્ન થવાના હતાં.

યશના નિધને વિલમ્બ

યશના નિધને વિલમ્બ

જોકે યશ ચોપરાનું અચાનક બીમારની કારણે મોત થઈ જતાં આદિત્ય-રાણીના લગ્ન વિલમ્બમાં પડ્યા હતાં.

કાજોલ પણ હતાં આતુર

કાજોલ પણ હતાં આતુર

રાણી મુખર્જીના પિતરાઈ બહેન કાજોલે પણ થોડાક દિવસ અગાઉ કૉફી વિથ કરણ શોમાં બહેન રાણીના લગ્ન અંગેની આતુરતા વ્યક્ત કરી હતી.

ઇંતેજાર ખતમ

ઇંતેજાર ખતમ

અને લાંબા સમયથી જોવાતો ઇંતેજાર ગઈકાલે રાત્રે ખતમ થઈ ગયો કે જ્યારે આદિત્ય-રાણીએ ઇટાલીમાં લગ્ન કરી લીધાં.

વનઇંડિયાની શુભેચ્છાઓ

વનઇંડિયાની શુભેચ્છાઓ

વનઇંડિયા પરિવાર આદિત્ય ચોપરા અને રાણી મુખર્જીને તેમના લગ્નની શુભેચ્છાઓ પાઠવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X