વિલેન બન્યા આદિત્ય પંચોલી, દીપિકાના સેટ પર કર્યો હોબાળો!

આદિત્ય પંચોલી ઘણા લાંબા સમય બાદ પરદા પર વિલેનની ભૂમિકા નિભાવવાના છે, જોકે ફિલ્મના સેટ પર પણ હોબાળો કરતા દેખાઇ રહ્યા છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'ની. જેના સેટ પર આદિત્ય પંચોલીએ જોરદાર હોબાળો મચાવ્યો. સૂત્રોની માનીએ તો, તેમણે સેટ પર હાજર ક્રૂ મેમ્બરોની સાથે ગેરવર્તળૂક કરી.

આદિત્ય પંચોલી બાજીરાવ મસ્તાનીમાં નકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે હાલમાં જ એક દિવસ જ્યારે પંચોલી સેટ પર પહોંચ્યા તો તેમનું મૂડ ખરાબ હતું અને યૂનિટના કેટલાંક લોકોની સાથે વાત કરતા તેમણે અવળચંડાઇ શરૂ કરી દીધી. જોકે આ પહેલીવાર નથી કે તેમના ગુસ્સાથી વિવાદોમાં આવ્યા હોય.

aditya pancholi
સેટ પર હાજર એક સૂત્રએ મામલાની જાણકારી આપતા જણાવ્યું કે 'શૂંટિંગ સવારના શિફ્ટમાં હતું, કેટલાંક જરૂરી સીન શૂટ કરવાના હતા, જેના માટે પંચોલીએ સેટ પર હાજર રહેવાનું હતું. પરંતુ તેઓ સેટ પર મોડા આવ્યા અને તેમનો મૂડ પણ ખરાબ હતો. તેમણે આવતા જ ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તન કરવા લાગ્યા. પંચોલી કાબૂની બહાર જવાના હતા પરંતુ તે પહેલા બાકિના યૂનિટના લોકો ત્યાં આવી પહોંચ્યા અને તેમને થાળે પાળ્યા.'

મામલાને ગંભીર જોતા આદિત્ય પંચોલીને પાછા જવા માટે કહી દેવામાં આવ્યું. જોકે બીજા દિવસે પંચોલી જ્યારે સેટ પર આવ્યા તો તેમનું મૂડ બરાબર હતું. અને તેમણે યૂનિટના લોકો સાથે ગેરવર્તનની માફી માગી લીધી. અત્રે નોંધનીય છે કે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં રણવીર સિંહ, પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X