Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અંકિતા લોખંડેએ એક મહિના બાદ સુશાંતની યાદમાં શેર કર્યો આ ફોટો

સુશાંત સિંહના નિધનના એક મહિના બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેમને યાદ કર્યા છે.

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે(મંગળવારે) એક મહિના પૂરો થઈ ગયો છે. અભિનેતા દુનિયાને અલવિદા કહ્યા બાદથી અત્યાર સુધી તેમના સ્વજનો અને ફેન્સ આ શોકમાંથી બહાર આવી શક્યા નથી. આ દરમિયાન પોલિસ પણ અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનુ સાચુ કારણ શોધી શકી નથી. બૉલિવુડ એક્ટરની સુસાઈડ હજુ પણ રાઝ બનેલી છે. સુશાંત સિંહના નિધનના એક મહિના બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેમને યાદ કર્યા છે.

એક મહિના પહેલા આજના દિવસે જ કરી હતી આત્મહત્યા

એક મહિના પહેલા આજના દિવસે જ કરી હતી આત્મહત્યા

સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી અંકિતા લોખંડે ટીવી સીરિયલમાં કામ કરવા દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. એક સમયે બંને ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંના એક હતા. જો કે સુશાંત બૉલિવુડમાં આવ્યાના થોડા મહિના બાદ તેમના પ્રેમની કોઈ નજર લાગી ગઈ અને બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ. 14 જૂને, 2020નૈ રોજ સવારે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ અંકિતા લોખંડે પણ તૂટી ગઈ છે, તે સુશાંતને યાદોને ભૂલી નથી શકતી.

અંકિતા લોખંડેએ આ રીતે કર્યા યાદ

સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો પૂરો થવા પર અંકિતા લોખંડેએ તેમની યાદમાં એક દીવો પ્રગટાવ્યો અને તેનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહની આત્મહત્યા બાદ અંકિતની આ પહેલી પોસ્ટ છે. આ પહેલા સુધી તેમણે કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી નથી. હવે અંકિતા લોખંડેએ એક મહિના બાદ સુશાંત સિંહના નામનો દીવો પ્રગટાવીને એ ફોટો શેર કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર અંકિતાએ શેર કરી આ પોસ્ટ

ઈન્સ્ટાગ્રામ પર અંકિતાએ શેર કરી આ પોસ્ટ

આ ફોટામાં દીવા સાથે અંકિતા લોખંડેના ઘરના મંદિરની ઝલક પણ દેખાઈ રહી છે. આ ફોટો સાથે તેણે કેપ્શનમાં 'CHILD OF GOD' એટલે કે ભગવાનનુ બાળક લખ્યુ છે. અંકિતાની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અંકિતા દ્વારા જ ઘણા ફેન્સ પોતાના હીરો સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી રહ્યા છે. આ ઉપરાંત યુઝર્સ આ મુશ્કેલ ઘડીમાં અંકિતાને પણ મજબૂત રહેવાની સલાહ આપી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X