થપ્પડ પડ્યા બાદ બોલિવૂડ સપોર્ટમાં ન આવતા કંગના ગુસ્સે ભરાઈ, જાણો શું કહ્યું?

બોલિવૂડની બડબોલી અભિનેત્રી અને હવે સાંસદ કંગના રનૌતને ખેડૂતો વિશેની ટિપ્પણી ભારે પડી છે. થપ્પડ પડ્યા બાદ બોલિવૂડમાંથી કોઈ સપોર્ટમાં ન આવતા હવે કંગના બોખલાઈ છે.

કંગના રનૌત સાંસદ બન્યા બાદ તે દિલ્હી જઈ રહી હતી તે દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા ગાર્ડ કુલવિંદર કૌરે થપ્પડ ફટકારી દીધી. આ મહિલાને સસ્પેન્ડ કરવામાં આવી છે. કંગનાએ પોતાની સાથે થયેલા ગેરવર્તન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Kangana

લોકોએ સોશિયલ મીડિયા પર કંગના સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે. અભિનેત્રીના સમર્થનમાં ફેન્સ સામે આવ્યા છે. પરંતુ અત્યાર સુધી આ મામલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈની પણ પ્રતિક્રિયા આવી નથી.

આનાથી કંગના ખૂબ જ દુખી છે. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ લખીને ઈન્ડસ્ટ્રીના લોકોને આડે હાથ લીધા. જો કે, બાદમાં અભિનેત્રીએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી.

પોસ્ટમાં કંગનાએ લખ્યું કે, ડિયર ફિલ્મ ઈન્ડસ્ટ્રી, તમે બધા એરપોર્ટ પર મારા પર થયેલા હુમલાની ઉજવણી કરી રહ્યા છો અથવા તો તેના પર સંપૂર્ણ મૌન સેવી રહ્યા છો. પરંતુ યાદ રાખો, જો આવતીકાલે તમે તમારા દેશમાં અથવા વિશ્વમાં ક્યાંય પણ રસ્તા પર ચાલતા હોવ તો કેટલાક ઇઝરાયલી/પેલેસ્ટિનિયન તમારા પર અથવા તમારા બાળક પર હુમલો કરે... માત્ર એટલા માટે કે તમે બધા રાફાના સમર્થનમાં હતા... પછી તમે જોશો કે હું તમારી વાણી સ્વાતંત્ર્ય માટે લડીશ... જો કોઈ દિવસ તમે વિચારશો કે હું કેમ, હું ક્યાં છું, તો યાદ રાખો કે તમે હું નથી.

કંગના રનૌતે બીજી પોસ્ટમાં લખ્યુ કે, રાફા ગેંગ પર તમામની નજર, આ તમારી સાથે અને તમારા બાળકો સાથે પણ થઈ શકે છે. જ્યારે તમે કોઈ પર આતંકવાદી હુમલાની ઉજવણી કરો છો. તે દિવસ માટે તૈયાર રહો જ્યારે આ બધું તમારી સાથે થશે

જણાવી દઈએ કે, ચંદીગઢ એરપોર્ટ પર 35 વર્ષના કુલવિંદરે કંગનાને થપ્પડ મારી હતી. તે છેલ્લા 15 વર્ષથી CISFમાં કામ કરી છે. કંગનાએ હજુ સુધી આ મામલે કોઈ FIR નોંધાવી નથી. ખેડૂત આંદોલનકારીઓ પર કંગનાના જૂના નિવેદનથી આરોપી મહિલા કાર્યકર ગુસ્સામાં હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X