
છુટાછેડા લઈ લિવ ઈનમાં રહેવા લાગી આ અભિનેત્રીઓ, એક તો માતા પણ બની ચુકી છે
ફિલ્મ સ્ટારની પર્શનલ લાઈફ વિવાદોથી ભરેલી હોય છે. ઘણા બઘા સ્ટાર તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની રિલેશનશીપને લઈને હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. આજે આપણે બોલિવૂડની આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ. આ અભિનેત્રીઓએ પતિ સાથે બબાલ થતા છુટાછેડા લઈને પ્રેમી સાથે લિવ ઈનમાં રહેવા જતી રહી. આ યાદીમાં મોટા નામ સામેલ છે.

મલાઈકા અરોરા
આજકાલ બોલિવૂડમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની લવ સ્ટોરીની ચર્ચા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. મલાઈકા અરોરાએ વર્ષ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

દિયા મિર્ઝા
આ લિસ્ટમાં દિયા મિર્ઝાનું નામ પણ સામેલ છે. દિયા મિર્ઝાએ 2019માં પહેલા પતિ સાહિલ સંઘાથી છૂટાછેડા લીધા હતા. આ પછી દિયા મિર્ઝા વૈભવ રેખીને ડેટ કરવા લાગી અને બન્નેએ લગ્ન કર્યા.

કલ્કી કોચલિન
કલ્કી કોચલિન અને ગાય હર્ષબર્ગ એકબીજાને ડેટ કરી રહ્યા છે. કલ્કી કોચલિન અને ગાય હર્ષબર્ગ એક બાળકીના માતા-પિતા છે. કલ્કીએ 2015માં પતિ અનુરાગ કશ્યપને છુટાછેડા આપ્યા હતા.

રશ્મિ દેસાઈ
અભિેત્રી એશ્મિ દેસાઈ પણ સોશિયલ મીડિયા ચર્ચામાં રહે છે. રશ્મિ દેસાઈએ 2016માં છૂટાછેડા લીધા હતા. આ પછી તે અરહાન ખાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી.

પૂજા બત્રા
આ યાદીમાં જાણીતી પૂજા બત્રાનું નામ પણ સામેલ છે. પૂજા બત્રા વર્ષ 2011માં તેના પતિથી અલગ થઈ હતી અને ત્યારથી તે નવાબ શાહ સાથે સંબંધમાં છે. આ બંનેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

રૂપા ગાંગુલી
મહાભારતમાં દ્રોપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીનું નામ પણ આ યાદીમાં સામે છે. રૂપા ગાંગુલી 2009 માં છૂટાછેડા લીધા પછી દિબયેન્દુ સાથે લિવ ઈનમાં રહેવા લાગી. શરૂ કર્યું. જો કે બન્ને આગળ જતા અલગ થઈ ગયા.

કામ્યા પંજાબી
કામ્યા પંજાબી 2013માં છૂટાછેડા લીધા બાદ શલભ ડાંગ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી બકી, આ પછી તે સોશિયલ મીડિયા ચર્ચામાં પણ આવી હતી.