"છિછોરે"ની સફળતા બાદ સાજિદ નડિયાદવાલા સાથે વધુ એક ફિલ્મ કરવાના હતા સુશાંત સિંહ રાજપૂત

"છિછોરે"ની સફળતા બાદ સાજિદ નડિયાદવાલા સાથે વધુ એક ફિલ્મ કરવાના હતા સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાહજપૂતના નિધનથી માત્ર તેમના ફેન્સ જ નહિ બલકે બૉલીવુડના મોટાભાગના દર્શકોને આંચકો લાગ્યો છે. સુશાંત સિંહ આવી રીતે આપણને બધાને અલવિદા કહી દેશે કોઇએ વિચાર્યું પણ નહોતું. ત્યારે મોટાભાગના લોકો સુશાંત સિંહ રાજપૂત વિશે બધું જ જાણવા માંગે છે, તેમણે આવું પગલું શા માટે ભર્યું, તેઓ આગામી કઇ કઇ ફિલ્મોમાં કામ કરવાના હતા, તેમની ગર્લફ્રેન્ડ જોડે ઝઘડો થયો હતો કે શું? ફેન્સ વગરે જેવા સવાલોના જવાબો શોધવા ઇન્ટરનેટ પર ખંખોળી રહ્યા છે.

sushant singh rajput

સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂત પાસે એવા કેટલાય પ્રોજેક્ટ્સ હતા જે લૉકડાઉન બાદ શરૂ થવાના હતા. સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છિછોરે તેમના કરિયરની સૌથી મોટી ફિલ્મ હતી એટલું જ નહિ 2019ની તે સૌથી વધુ પસંદ થયેલી ફિલ્મ પણ હતી. નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ફિલ્મ છિછોરે દ્વારા સુશાંત સિંહ રાજપૂત જોડે કામ કર્યું હતું, ફિલ્મની સફળતા બાદ તેમણે વધુ એક પ્રોજેક્ટ માટે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સાઇન કર્યા હતા. આગામી ફિલ્મ માટે સુશાંત સિંહને પહેલેથી જ સુથી (સાઇનિંગ અમાઉન્ટ) આપી દેવામાં આવી હતી.

આ અંગે કાવેરી બાજમઇએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરતા કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતે કામ ના હોવાના કારણે આપઘાત કર્યો હોવાની વાત માનવા લાયક નથી. છિછોરેને મળેલા વિશાળ પ્રેમ બાદ સાજીદ નડિયાદવાલાએ સુશાંત સિંહને વધુ એક ફિલ્મ માટે સાઇન કર્યો હતો અને સાઇનિંગ અમાઉન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. રૂમી જેફરી પણ સુશાંતને લઇ ફિલ્મ કરવા માંગતા હતા. ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટની હંમેશા કદર કરવામા આવી છે, પછી તમારી અપેક્ષાઓ શું છે તેના પર આધાર રાખે છે.

જણાવી દઇએ કે છિછોરે બાદ સુશાંત સિંહ રાજપૂત પાસેથી 7 જેટલી ફિલ્મ છીનવાઇ ગઇ હોવાની ચર્ચા હતી, બાદમાં લોકોએ સલમાન ખાનને અને કરણ જોહરને પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કર્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. હજી સુધી કયા કારણસર આપઘાત કર્યો હતો તે વિશે કંઇ માહિતી મળી શકી નથી. પોલીસે સુશાંત સિંહ રાજપૂતના નજીકના દોસ્તોના અને સુશાંત સિંહના પિતાના નિવેદન નોંધી વધુ તપાસ આગળ ધપાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X