For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વરૂપમ બાદ હવે મણિરત્નમની કડલ મુશ્કેલીમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ફેબ્રુઆરી : વધુ એક વાર સાઉથ સિનેમા અંગે હોબાળો ઊભો થવાના અણસાર છે. કમલ હસનની મહત્વાકાંક્ષી વિશ્વરૂપમ ફિલ્મ વિરુદ્ધ મુસ્લિમ સમુદાયે હોબાળો મચાવ્યો હતો કે જે માંડ શાંત થયો હતો, તો હવે જાણીતા નિર્માતા-દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ કડલ સામે સંકટ ઊભો થયો છે.

કડલ ફિલ્મ વિરુદ્ધ મુસ્લિમ સમુદાય નહીં, પણ ખ્રિસ્તી સમુદાયના લોકો પોલીસ સ્ટેશને પહોંચી ગયાં છે. ખ્રિસ્તી સમુદાયના લોકોએ આ ફિલ્મના 6 દૃશ્યો હટાવવાની માંગણી કરી છે. સોમવારે તેમણે પોલીસ કમિશ્નર સમક્ષ આ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખ્રિસ્તી સમુદાયનું કહેવું છે કે ફિલ્મના કેટલાંક દૃશ્યોથી અમારા ધર્મના લોકોની લાગણીઓ દુભાશે. જોકે કડલ એક તામિળ ફિલ્મ શબ્દ છે કે જેનો અર્થ સમુદ્ર થાય છે.

નોંધનીય છે કે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ ઉપર તામિળનાડુ સરકારે મુસ્લિમ સમુદાયના વિરોધ બાદ પ્રતિબંધ ફરમાવ્યો હતો. લાંબા ઘટનાક્રમ બાદ ફિલ્મના 7 દૃશ્યો કાપવામાં આવ્યાં અને હવે ફિલ્મ તામિળનાડુમાં રિલીઝ થઈ શકી છે. જોઇએ કડલ સાથે શું-શું થાય છે? શું આપ આવા પ્રકારના વિરોધ સાથે સંમત છો? આપના પ્રત્યાઘાત ફેસબુક રિએક્શનમાં નોંધાવો.

English summary
After Vishwaroopam Mani Ratnam’s film ‘Kadal’ in trouble.Christian groups have filed a complaint against Mani Ratnam's 'Kadal', claiming that it is anti-Christian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X