Photos: ઐશ્વર્યાનો કાન્સ લૂક, જાણે તે હોય કોઇ ડિઝની પ્રિન્સેસ!
ડિઝની પ્રિન્સેસ જેવી લાગતી હતી ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે. અહીં ઐશ્વર્યા રાય બચ્ચનના કાન્સ લૂકની તસવીરો જુઓ.
ઐશ્વર્યા રાય બચ્ચનનો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે તેના રેડ કાર્પેટ લૂકમાં ખૂબ જ મનમોહક દેખાવ સાથે જોવા મળી. તેના લાઇટ બ્લ્યુ અને એબ્રોડરી વાળા નેટ, ઓફ સોલ્ડર ગાઉનમાં તે કોઇ ડિઝની ક્વીન જેવી લાગતી હતી. સાદો મેકઅપ અને જાજારમાન વ્યક્તિ જ તેના આ લૂકની શોભા વધારતા હતા. ઉલ્લેખનીય છે કે એશનો આ બીજો કાન્સ લૂક છે. તેણીએ માઈકલ સિન્કો નામના જાણીતા ફેશન ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવેલા ગાઉન પહેર્યો હતો. ત્યારે જુઓ એશની આ તસવીરો...

ક્વીન એશ્વર્યા
આ સુંદર ગાઉનમાં ઐશ્વર્યા રાય બચ્ચન સુંદરતા ખૂબ જ સુંદર રીતે નીખરીને આવી હતી. વળી તેની અદાઓ પણ કોઇ માનભેર રાણીને શોભે તેવી હતી. એક દમ ઠસ્સાદાર સુંદરી જેવી ઐશ્વર્યા રાય લાગતી હતી.

ઐશ્વર્યાનો લૂક
ઐશ્વર્યા રાય સ્ટેટ હેર સાથે અને લાઇટ બ્રાઉન રંગની લિપ્સિટ સાથે ખૂબ જ સાદા પણ એલિગનન્ટ મેકઅપમાં જોવા મળી હતી. અને હાથની રિંગ સિવાય એશે અન્ય કોઇ પણ ઝવેરાત નહતા પહેર્યા તેમ છતાં તેનો ડ્રેસ જ એટલો સુંદર હતો કે તેને કંઇક પણ વધુ ઝવેરાત પહેરવાની જરૂર જ નહતી.

બધા કેમેરા એશ તરફ
જેવી જ ઐૈશ્વર્યા રાય રેડ કાર્પેટ પર આવી તમામ કેમેરા તેની તરફ છવાઇ ગયા હતા. અને ઐશ્વર્યાએ પણ ફ્રેંચ કિસ અને નમસ્કાર સાથે બધાનું અભિવાદન કર્યું હતું. આમ રેડ કાર્પેટ પર એશની એન્ટ્રીએ સાથે જ તે છવાઇ ગઇ હતી.

15મી વખત
બોલીવૂડની કોઇ પણ જાણીતી અભિનેત્રીએ તેવું નથી કર્યું જેવું ઐશ્વર્યા રાય બચ્ચને કર્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન 15મી વખત કાન્સમાં ભાગ લઇ રહી છે. અને આની પહેલા પણ અનેક વાર ઐશ્વર્યા રાય બચ્ચને તેના કાન્સના રેડ કાર્પેટ લૂકથી ખાલી ભારતીય મીડિયા જ નહીં પણ વિદેશી મીડિયાને પણ તેનું ઘેલું કર્યું છે.
{promotion-urls}
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
