બીજી વાર મા બનવા જઈ રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન? ફોટા વાયરલ
ઐશ્વર્યા રાય બચ્ચન લાખો દિલોની ધડકન છે અને હજુ સુધી ફેન્સ તેમની નાનામાં નાની વાત જાણવા ઈચ્છે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન લાખો દિલોની ધડકન છે અને હજુ સુધી ફેન્સ તેમની નાનામાં નાની વાત જાણવા ઈચ્છે છે. હાલમાં તેમના આગામી પ્રોજેક્ટની વધુ ચર્ચા નથી થઈ રહી. હાલમાં તેમનો એક ફોટો વાયરલ થયો છે જેમાં ઐશ્ર્વર્યા રાય પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે અને ફેન્સ ઘણા ખુશ છે.

ઐશ્વર્યા રાય આ ફોટામાં અભિષેક બચ્ચન સાથે ગોવાના એક બિચ પર ટહેલતી જોવા મળી રહી છે. ડેનિમ શૉર્ટ્સ અને ટૉપમાં તે ફેન્સને પ્રેગ્નેન્ટ લાગી રહી છે. ફેન્સ ખુશીઓ મનાવા લાગ્યા કે આરાધ્યાનો નાનો ભાઈ કે બહેન આવી રહ્યા છે. પરંતુ ઐશ્વર્યા તરફથી તેમની ટીમે આ સમાચારોનું ખંડન કર્યુ છે.












Click it and Unblock the Notifications
