શૉકિંગ ન્યુઝ : બચ્ચન પરિવારમાં સાસ-બહુ વૉર!

મુંબઈ, 26 નવેમ્બર : બચ્ચન પરિવાર હંમેશા એકજુટ રહ્યો છે અને મુશ્કેલીમાં એક-બીજા સાથે ઊભો રહેતો આવ્યો છે, પરંતુ હવે સમાચાર મળે છે કે ઐશ્વર્યા રાય અને જયા બચ્ચન વચ્ચે કેટલીક ગેરસમજણ ઊભી થઈ છે અને તેથી સાસુ-વહુ એક-બીજાથી અલગ રહેવાનું વિચારી રહ્યાં છે.

ઐશ્વર્યા રાય હંમેશા બચ્ચન ફૅમિલીના એક આદર્શ વહુ રહ્યાં છે. બચ્ચન પરિવાર પણ બૉલીવુડના એક આદર્શ પરિવાર તરીકે બૉલીવુડમાં જાણીતો છે. એવામાં આ પ્રકારના સમાચારોથી બચ્ચન પરિવારના ફૅન્સ ખૂબ જ આઘાત પામ્યાં છે, પરંતુ આ બાબતને બહુ મોટી ન ગણી શકાય, કારણ કે જ્યાં એક ઘરમાં ચાર લોકો રહેતા હોય, ત્યાં સભ્યો વચ્ચે કેટલીક ગેરસમજણો ઊભી થવી સ્વાભાવિક છે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ કે શું બન્યું સાસુ-વહુ વચ્ચે :

અગાઉ અફવા

અગાઉ અફવા

ઘણા સમય પહેલા પણ જાણવા મળ્યુ હતું કે જયા બચ્ચનને ઐશ અને અમિતાભ બચ્ચનનું વધુ સાથે રહેવું ગમતુ નથી, જોકે પછીથી આવી વાતો અફવા સાબિત થઈ હતી.

ઘઈના ઘરે વિવાદ

ઘઈના ઘરે વિવાદ

મળતી માહિતી મુજબ ઐશ-જયાના હાલના ઝગડાનું કારણ સુભાષ ઘઈના ઘરે યોજાયેલ તેમની વેડિંગ એનિવર્સરી પાર્ટી દરમિયાન બનેલી એક ઘટના છે.

ઐશ સામે વાંધો

ઐશ સામે વાંધો

કહે છે કે આ પાર્ટીમાં મીડિયા ફોટોગ્રાફરોએ ઐશ્વર્યા રાયને ઐશ કહી બોલાવ્યાં કે જેની સામે જયા બચ્ચનને વાંધો હતો. જયાએ જણાવ્યું કે ઐશ્વર્યા રાય તમારી કૉલેજમાં સાથે ભણતી હતી કે તમે તેને ઐશ કહો છો? તેને ઐશ્વર્યા રાય બચ્ચન કહી સંબોધો.

ઐશ અસંમત

ઐશ અસંમત

સાસુ જયાની આ વાતથી ઐશ અસમંત હતા. ઐશે સાસુને કહ્યું કે આ મીડિયા વાળા મને ત્યારથી જાણે છે કે જ્યારે હું મિસ યુનિવર્સ હતી. તેથી મીડિયા પાસે હું એવી અપેક્ષા ન સેવી શકું કે તેઓ મને ઐશ્વર્યા રાય બચ્ચન કહી બોલાવે.

અને થઈ ગેરસજમણ

અને થઈ ગેરસજમણ

બસ વાતે સાસુ-વહુ વચ્ચે ગેરસજમણ ઉભી થઈ છે. જોઇએ બચ્ચન ખાનદાનમાં સાસ-બહૂ વાર શાંત પડે છે કે પછી સાસુ-વહુ જુદા-જુદા રહેવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X