Pics : બ્લૅક આઉટફિટમાં વધુ ખીલી ઉઠ્યાં ઐશ્વર્યા રાય

મુંબઈ, 12 ઑગસ્ટ : બૉલીવુડના સૌથી પ્રતિષ્ઠિત બચ્ચન પરિવારના પુત્રવધુ ઐશ્વર્યા રાય ફિલ્મી પડદે દેખાય કે ન દેખાય, તેઓ કાયમ ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા વખતથી મોટા પડદે દેખાયાં નથી, પણ તેઓ સતત ચર્ચામાં રહે છે અને તમામ પ્રકારના સમારંભોમાં હાજરી આપે છે.

ઐશ્વર્યા રાય કે જેમના સસરા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તથા પતિ અભિષેક બચ્ચન છે, તેમની ઓળખ આપવાની ક્યાં જરૂર હોય. એમ પણ એક અભિનેત્રી તરીકે પણ તેઓ સતત સફળ જ રહ્યા હતાં. અભિષેક સાથે લગ્ન બાદ તેમને એક પુત્રી આરાધ્યા અવતરી અને તે પછીથી તેઓ બૉલીવુડમાં બ્રેક ઉપર છે.

ઐશ્વર્યા રાય ફિલ્મી પડદે તો વિવિધ પ્રકારે પોતાનું સૌંદર્ય પાથરે જ છે, પણ જાહેર સમારંભોમાં પણ તેમનો લુક ચર્ચાનો વિષય રહ્યો છે. તેઓ કોઈ પણ પ્રકારના કપડાં પહેરે, લોકોને તેઓ આકર્ષી જ જાય છે. ગઈકાલે ઐશ્વર્યા રાય મુંબઈમાં યોજાયેલ એક ઈવેંટ દરમિયાન બ્લૅક આઉટફિટમાં નજરે પડ્યાં.

બ્લૅક આઉટફિટમાં પણ ઐશ્વર્યા રાયનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. જુઓ તસવીરો :

એમ્બેસેડર ઐશ્વર્યા

એમ્બેસેડર ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય લોધા ગ્રુપના નવા માસ્ટરપ્લાન ધ પાર્કના નવા એમ્બેસેડર બન્યાં છે.

જળવાયેલું સૌંદર્ય

જળવાયેલું સૌંદર્ય

ઐશ્વર્યા રાયના સૌંદર્યનું સૌને ઘેલું છે. બાળકી આરાધ્યાના જન્મ બાદ વધેલા વજન અંગે ઐશની ટીકાઓ થઈ હતી, પરંતુ આજે પણ તેઓનું સૌંદર્ય જળવાયેલું છે.

ધ પાર્કનું ઉદ્ઘાટન

ધ પાર્કનું ઉદ્ઘાટન

ઐશ્વર્યા રાયે લોધા ગ્રુપના માસ્ટરપ્લાન ધ પાર્કનું ગઈકાલે ઉદ્ઘાટન કર્યું.

વન ઑફ સોલ્ડર ગાઉન

વન ઑફ સોલ્ડર ગાઉન

આ સમારંભમાં ઐશ્વર્યા રાય વન ઑફ શોલ્ડર બ્લૅક ગાઉનમાં નજરે પડ્યાં.

અભિષેક લોધા સાથે ઐશ

અભિષેક લોધા સાથે ઐશ

લોધા ગ્રુપ માસ્ટરપ્લાન ધ પાર્ક પ્રોજેક્ટમાં પાંચ હજાર કરોડ રુપિયાનું રોકાણ કરી રહ્યું છે.

2011થી બ્રેક

2011થી બ્રેક

ઐશ્વર્યા રાય નવેમ્બર-2011થી માતૃત્વનો આનંદ લઈ રહ્યાં છે અને ફિલ્મોથી દૂર છે.

એડ-ઇવેંટ્સમાં સક્રિય

એડ-ઇવેંટ્સમાં સક્રિય

જોકે ઐશ્વર્યા રાય જાહેરખબરો અને ઉત્સવોમાં સક્રિય રહ્યાં છે. તાજેતરમાં જ કલ્યાણ જ્વૅલર્સની પ્રિંટ એડમાં ઐશે કંઇક આવો રૂપ ધર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X