પદ્માવતીમાં ઐશ્વર્યા રાય!! જી હા, પદ્માવતીમાં જોવા મળશે ઐશ્વર્યા રાય!

Written By:
Subscribe to Oneindia News

સંજય લીલી ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'ની સ્ટાર કાસ્ટ ઘણા સમય પહેલાં જ ફાઇનલ થઇ ચૂકી છે, જે મુજબ આ ફિલ્મમાં શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. પરંતુ હવે ફિલ્મમાં એક નવી સ્ટારની એન્ટ્રી થઇ છે અને આ સ્ટાર છે ઐશ્વર્યા રાય બચ્ચન! ઐશ્વર્યા સંજય લીલા ભણસાલીની ફેવરિટ છે અને તેઓ ઇચ્છે છે કે એશ આ ફિલ્મમાં કેમિયો રોલ પ્લે કરો, સંજય લીલા ભણસાલીએ આ માટેની તમામ જરૂરી તૈયારીઓ પણ કરી લીધી છે.

સંજય લીલા ભણસાલી અને ઐશ્વર્યાની મૈત્રી જગજાહેર છે, સંજય લીલા ભણસાલી ઇચ્છે છે કે ઐશ્વર્યા તેમની ફિલ્મમાં એક નાનો કેમિયો રોલ અને એક ડાન્સ સિક્વન્સ પણ કરે, જે માટે ઐશ્વર્યાએ 20 દિવસ પ્રેક્ટિસ કરવી પડશે. જો ઐશ્વર્યા સંજયની આ ઓફર સ્વીકારશે તો આ ફિલ્મને ઘણો ફાયદો થશે.

ઐશ્વર્યાનો કેમિયો રોલ

ઐશ્વર્યાનો કેમિયો રોલ

સંજય લીલા ભણસાલીની ઇચ્છાને માન આપીને જો ઐશ્વર્યા ફિલ્મમાં કેમિયો રોલ કરવા હા પાડશે તો 'પદ્માવતી'માં દીપિકાની જગ્યાએ ઐશ્વર્યા જ છવાઇ જશે એ વાત ચોક્કસ છે.
તમને ખબર જ હશે કે સંજય તેમની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં પણ ઐશ્વર્યા અને સલમાનને જ લેવા માંગતા હતા, પરંતુ તેમના બ્રેકઅપ બાદ એ શક્ય હતું નહીં. ઐશ્વર્યાએ ના પાડતાં સંજય લીલા ભણસાલીએ એ ફિલ્મ જ પડતી મૂકી દીધી હતી અને વર્ષો બાદ રણવીર અને દીપિકા સાથે એ ફિલ્મ બનાવી હતી.
હવે 'પદ્માવતી'માં ઐશ્વર્યા જો કેમિયો અને ડાન્સ સિક્વન્સ કરે તો દીપિકાને સ્થાને ઐશ્વર્યા પર જ ફોકસ થાય એની પૂરી શક્યતા છે.

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી

આ ફિલ્મમાં પહેલેથી જ દીપિકા ઉપરાંત અદિતિ રાવ હૈદરીનો પણ રોલ છે. એમાં હવે ઐશ્વર્યાના કેમિયો રોલની ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જગાવશે એ વાત તો ચોક્કસ છે.

એ દિલ હે મુશ્કિલ

એ દિલ હે મુશ્કિલ

દિવાળી પર આવેલી 'એ દિલ હે મુશ્કિલ'માં પણ ઐશ્વર્યાનો રોલ પ્રમાણમાં નાનો હતો, આમ છતાં લોકોએ ઐશ્વર્યાના રોલ, તેની એક્ટિંગ અને સુંદરતાના ભરપેટ વખાણ કર્યા હતાં. એમ પણ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મમાં ઐશ્વર્યાની એન્ટ્રી બાદ જ ખરી મજા આવી હતી.
ઐશ્વર્યા સંજય લીલા ભણસાલીની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' તો તેના કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. આ ઉપરાંત 'દેવદાસ' અને 'ગુઝારિશ'માં પણ ઐશ્વર્યા જોવા મળી હતી. આમ છતાં આ કેમિયો માટે ઐશ્વર્યા ના પાડી દે એવી પૂરી શક્યતા છે.

દીપિકા-શાહિદ-રણવીર

દીપિકા-શાહિદ-રણવીર

આ ફિલ્મમાં રણવીર પહેલી વાર નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે, રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીનો રોલ પ્લે કરી રહ્યાં છે. શાહિદ કપૂર રાજા રતન સિંહ અને દીપિકા પદ્માવતીના રોલમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં દીપિકાની જોડી શાહિદ સાથે છે, રણવીર અને દીપિકાનો કદાચ એક પણ સિન સાથે જોવા નહીં મળે. આ ફિલ્મ 17 નવેમ્બર, 2017 ના રોજ રિલિઝ થવાની છે.

English summary
Aishwarya Rai will make special appearance in padmavati, know details
Please Wait while comments are loading...