અજય દેવગણે દીકરી નીસાના ટ્રોલ થવા પર તોડ્યુ મૌન, છલકાઈ પીડા, કહ્યુ - તમે આને બદલી ના શકો
અવારનવાર ટ્રોલર્સના નિશાના પર આવી જતી ન્યાસા પર પિતા અજય દેવગણની પ્રતિક્રિયા સામે આવી છે.

Ajay Devgan On Nysa Devgan Trolling: બૉલિવુડ અભિનેતા અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ હંમેશા કોઈને કોઈ કારણસર છવાયેલી રહે છે. ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. જો કે, તે અવારનવાર ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. હવે આ બધા પર પિતા અજય દેવગણની પ્રતિક્રિયા સામે આવી છે.

ન્યાસાની ટ્રોલિંગ પર છલકાયુ અજય દેવગણનુ દર્દ
અજય દેવગન હાલમાં તેની આગામી ફિલ્મ 'ભોલા'ને લઈને ચર્ચામાં છે. અભિનેતા પૂરજોશમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ એક ઈવેન્ટમાં અજય દેવગણે મીડિયા સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન તેને દીકરી ન્યાસા દેવગનની ટ્રોલિંગ પર સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર અભિનેતાએ જણાવ્યુ કે તેની અને તેના પરિવાર પર તેની કેવી અસર થાય છે.

લોકો આટલા બધા નેગેટીવ કેમ હોય છે?
ટ્રોલિંગ પર મૌન તોડતા અજય દેવગને કહ્યુ, 'હું મારા બાળકોને સમજાવુ છુ કે તેઓ ઓનલાઈન લખેલી વસ્તુઓથી પરેશાન ન થાય. તમારા ચાહકો અને પ્રેક્ષકોની તુલનામાં તમને ટ્રોલ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. મને ખબર નથી પડતી કે લોકો આટલા બધા નેગેટીવ કેમ છે.'

બાળકોને આપે છે આ સલાહ
અજય દેવગન વધુમાં કહે છે કે, 'હવે હું પણ લોકોની આ નકારાત્મક ટિપ્પણીઓને અવગણવાનું શીખી ગયો છુ અને હું મારા બાળકોને પણ કહુ છુ કે આ બાબતોને અવગણો. મને સમજાતુ નથી કે તેઓ ક્યારેક શું લખી દેતા હોય છે તેથી હવે મે તેનાથી પરેશાન કરવાનું બંધ કરી દીધુ છે.

હું આ બધાથી કંટાળી ગયો છુ
અજય દેવગને વધુમાં કહ્યું કે, 'લોકોની નજર હંમેશા મારા બંને બાળકો પર ટકેલી હોય છે. હું આ બધાથી કંટાળી ગયો છું. હું આ વસ્તુઓને બદલી શકતો નથી અને ન તો હું ટ્રોલિંગને રોકી શકુ છુ. ક્યારેક ટ્રોલ કરનારાઓ કંઈક એવુ બોલે છે જેનાથી મને આશ્ચર્ય થાય છે કે આટલુ નેગેટીવ કેમ? પરંતુ જો હું આ અંગે કોઈ જવાબ આપીશ તો બની શકે છે કે મામલો વધુ વધે.

અજય દેવગણનુ વર્કફ્રંટ
અજય દેવગનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ દૃષ્ટિમ 2 પછી તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'ભોલા'માં જોવા મળશે. આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મમાં અજય અને તબ્બુ ઉપરાંત દિપક ડોબરિયાલ, ગજરાજ રાવ અને વિનીત કુમાર જેવા મોટા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
