મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડના જાણીતા દિગ્દર્શક પ્રકાશ ઝા આગામી દિવસોમાં પોતાની જૂની ફિલ્મોની સિક્વલ સહિત 6 નવી ફિલ્મો લઈને આવી રહ્યા છે. તેમણે બુધવારે મુંબઈમાં યોજાયેલ એક ઇવેંટ દરમિયાન આ જાહેરાત કરી. આ પ્રસંગે તેમના લકી સ્ટાર અભિનેતા અજય દેવગણ પણ હાજર હતાં.
પ્રકાશ ઝા અને અજય દેવગણે આ પ્રસંગે પ્રકાશ ઝાની આગામી પાંચ ફિલ્મોની જાહેરાત કરી. આ પાંચ ફિલ્મોમાં રાજનીતિ 2, ગંગાજલ 2, સત્સંગ, ફ્રૉડ સૈયાં, વી આર કુક્કડ ફૅમિલી અને લિપસ્ટિકવાલે સપનેનો સમાવેશ થાય છે.
પ્રકાશ ઝાએ જણાવ્યું કે રાજનીતિ 2 અને ગંગાજલ 2 સિક્વલ હશે, જ્યારે એક અન્ય ફિલ્મ સત્સંગ હશે. તેમણે જણાવ્યું કે સત્સંગ અને રાજનીતિ 2માં અજય દેવગણ હશે, પરંતુ ગંગાજલ 2માં અજય રિપીટ નહીં કરાય. રાજનીતિ 2010માં આવી હતી કે જેમાં અજય સાથે રણબીર કપૂર, મનોજ બાજપાઈ, અર્જુન રામપાલ અને કૅટરીના કૈફે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
પ્રકાશ ઝાએ જણાવ્યું કે ગંગાજલ 2માં લીડ રોલ કોઇક અભિનેત્રીનો હશે. હાલ હીરોઇનનું નામ નક્કી નથી, પણ તેની શોધ ચાલુ છે. બીજી બાજુ સત્સંગમાં કૅટરીના કૈફ પણ નજરે પડશે. તેવી જ રીતે રાજનીતિ 2માં પણ કૅટરીના કૈફ મહત્વના રોલમાં નજરે પડવાના છે.
Actor Ajay Devgan graces the launch of Prakash Jha's five new films Fraud Saiyyan, Gangajal 2, Raajneeti 2, We Are Kukkad Family, Satsang, and Lipstickwaale Sapne. Mukesh Bhatt, Arshad Warsi and other celebs were present in the event.