અમિતાભની જેમ વાઘ સામે બાથ ભીડશે અજય દેવગણ

મુંબઈ, 11 માર્ચ : ફૅમિલી ફિલ્મોને મહત્વ આપવાની શરુઆત કરનાર અજય દેવગણ હાલ એંસીના દાયકાની સુપર હિટ હિમ્મતવાલા ફિલ્મની રીમેકમાં કામ કરી રહ્યાં છે. સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળ બનતી હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણ સાથે અભિનેત્રી તમન્ના ભાટિયા કામ કરી રહ્યાં છે.

tiger-ajay

જમ્પિંગ જૅક સુપર સ્ટાર જિતેન્દ્રની હિટ ફિલ્મની રીમેકમાં કામ કરવાં અંગે ઉત્સાહિત અજય દેવગણ આ ફિલ્મમાં વાઘ સામે બાથ ભીડવાનાં છે એટલે કે જમ્પિંગ જૅકની ફિલ્મમાં અજય દેવગણ ઍંગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચનની નકલ કરવાનાં છે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચને મિસ્ટર નટવરલાલ અને સુહાગ જેવી ફિલ્મોમાં વાઘ સામે બાથ ભીડી હતી. અજય અને અમિતાભ બંને હાલ પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં કામ કરી રહ્યાં છે. હિમ્મતવાલાના એક સીનમાં અજય દેવગણ વાઘને પડકારતાં દેખાશે.

અજય દેવગણે આ સીન અંગે જણાવ્યું કે આ સીન ફિલ્મનું હાર્ડ સીન છે, પરંતુ ખૂબ સાવચેતીપૂર્વક અમે તેનું શૂટિંગ કર્યુ હતું. તેને શૂટ કરવામાં અમને ખૂબ મજા આવી. અજય દેવગણ આ અગાઉ વિજયપથ ફિલ્મમાં પણ વાઘ સાથે ઝઝૂમી ચુક્યાં છે. તેથી હિમ્મતવાલામાં અજય માટે વાઘ સામે લડવું કોઈ નવી બાબત નહોતી.

સાજિદ ખાને પોતાની ફિલ્મ હિમ્મતવાલાને હિટ કરાવવા માટે અનેક મસાલાઓ ઉમેર્યાં છે, જેમ કે વાઘ સાથે લડાઈ, સોનાક્ષી સિન્હાનો ડિસ્કો ડાંસ વગેરેનો સમાવેશ થાય છે. ફિલ્મના ગીતોએ હિટ લિસ્ટમાં સ્થાન લઈ લીધું છે. ફિલ્મ 29મી માર્ચના રોજ રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X