અજય દેવગણની દીકરી નીસાનો વીડિયો વાયરલ, થઈ ટ્રોલ, લોકોએ કહ્યુ - આ ગોરી કેવી રીતે થઈ ગઈ?
સોશિયલ મીડિયા પર અજય દેવગણ અને કાજોલની દીકરી નીસાને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.
મુંબઈઃ ઘણી વાર સોશિયલ મીડિયા પર સ્ટાર્સ કે સ્ટારકિડ્ઝ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે તો ક્યારેક કોઈ કારણોસર તે ટ્રોલ પણ થતા રહે છે. હાલમાં પણ કંઈક આવુ જ સામે આવી રહ્યુ છે અને સોશિયલ મીડિયા પર અજય દેવગણ અને કાજોલની દીકરી નીસાને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. અમુક લોકો છે કે જે સતત તેને નિશાન બનાવી રહ્યા છે. વાસ્તવમાં એક વીડિયો ક્લિપ સામે આવી હતી જેમાં અજય દેવગણ અને કાજોલની દીકરી નીસાને શહેરના એક કાર્યક્રમમાં સ્થળ પરથી બહાર નીકળતા જોવામાં આવી હતી. આ વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ લોકો અલગ અલગ રીતે રિએક્ટ કરી રહ્યા છે.

નીસાને તેના રંગ માટે કરી ટિપ્પણી
આ ક્લિપને લઈને અમુક લોકોનુ કહેવુ છે કે આ સિમ્પલ અને સારી છે. જ્યારે અમુક લોકો ફરીથી એક વાર નીસાને તેના રંગ માટે ચિડાવતા જોવા મળ્યા હતા. જો કે આ પહેલી વાર નથી જ્યારે નીસાને આ પ્રકાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

ટ્રોલ કરી ચૂક્યા છે
આ પહેલા પણ ઘણી વાર લોકો તેને ટ્રોલ કરી ચૂક્યા છે. જો કે ઘણી વાર કાજોલે ટ્રોલર્સને જવાબ પણ આપ્યો છે પરંતુ ત્યારબાદ તેને પણ ખરી-ખોટી સંભળાવવામાં આવે છે. આ વીડિયોમાં નીસા કાર તરફ આગળ વધતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ઘણુ બધુ કહી રહ્યા છે.

લોકો કરી રહ્યા છે આવી કમેન્ટ
એક યુઝરે કહ્યુ કે, 'Glutathione લગાવીને સ્કિન કલર બદલી દીધો છે.' આ ઉપરાંત એકે લખ્યુ છે, 'આ આટલી ગોરી કેવી રીતે થઈ ગઈ?' જ્યારે એક યુઝરનુ કહેવુ છુ, 'આણે પણ ફેરનેસ ટ્રીટમેન્ટ કરાવી લીધી.' આ વીડિયો વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વ્હાઈટ કલરનો શૉર્ટ ડ્રેસ
આ વીડિયોમાં નીસા ઑફ વ્હાઈટ કલરના શૉર્ટ ડ્રેસમાં જોવા મળી. સાથે જ તે માસ્ક પહેરેલી જોવા મળી રહી છે પરંતુ લોકોને તેનો એટીટ્યુડ ગમ્યો નહિ. નીસાના ફોટા સોશિયલ મીડિયા પર બહુ સામે નથી આવતા. તે લાઈમલાઈટથી દૂર રહે છે. કહેવાય છે કે તે આવનારા સમયમાં ફિલ્મોનો હિસ્સો બની શકે છે પરંતુ હજુ તે સમય દૂર છે.












Click it and Unblock the Notifications
