For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજય દેવગણ-સુદીપના વાકયુદ્ધમાં સિદ્ધારમૈયાની એન્ટ્રી, કહ્યુ - હિદી ભારતની રાષ્ટ્રીય ભાષા ક્યારેય નહોતી...

અજય દેવગણ અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ વચ્ચે ચાલી રહેલ વાકયુદ્ધ દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિંદી ભાષા વિવાદ વિશે નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હિંદી ભાષાને લઈને બૉલિવુડ અભિનેતા અજય દેવગણ અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ વચ્ચે ચાલી રહેલ વાકયુદ્ધ દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિંદી ભાષા વિવાદ વિશે નિવેદન આપ્યુ છે. અભિનેતા અજય દેવગણ અને કન્નડ અભિનેતા સુદીપ વચ્ચે ટ્વિટર એક્સચેન્જ પર સિદ્ધારમૈયાએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે, 'હિંદી ભારતની રાષ્ટ્રીય ભાષા ક્યારેય નહોતી અને ના ક્યારેય હશે.' સિદ્ધારમૈયાએ કહ્યુ, 'મને કન્નડ હોવા પર ગર્વ છે. દેશની ભાષાકીય વિવિધતાનુ સમ્માન કરવુ દરેક ભારતીયની ફરજ છે. પ્રત્યેક ભાષાનો પોતાનો સમૃદ્ધ ઈતિહાસ છે જેના પર લોકોને ગર્વ હોવો જોઈએ.'

જાણો હિંદીને લઈને કેમ ભિડાયા અજય દેવગણ અને સુદીપ

જાણો હિંદીને લઈને કેમ ભિડાયા અજય દેવગણ અને સુદીપ

હિંદી રાષ્ટ્રીય ભાષા છે કે નહિ, આને લઈને વિવાદ ત્યારે શરુ થયો જ્યારે સુદીપે કેજીએફ 2ને અખિલ ભારતીય ફિલ્મ કહેવા પર એક સવાલનો જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે હિંદી હવે રાષ્ટ્રભાષા નથી રહી અને બૉલિવુડને કહેવુ જોઈએ કે તે અખિલ ભારતીય ફિલ્મો કરી રહ્યા છે, તે પણ પોતાની ફિલ્મોને અન્ય ભાષાઓમાં ડબ કરીને.

'જો હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો ફિલ્મોને ડબ કેમ કરે છે...'

'જો હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો ફિલ્મોને ડબ કેમ કરે છે...'

સુદીપના આ નિવેદન પર અજય દેવગણે પ્રતિક્રિયા આપી અને ટ્વિટ કરીને લખ્યુ, 'કિચ્ચા સુદીપ, મારા ભાઈ, તમારા અનુસાર હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે પોતાની માતૃભાષાની ફિલ્મોને હિંદીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિંદી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશા રહેશે. જન ગણ મન.'

સુદીપે પોતાના નિવેદન પર આપી સફાઈ

સુદીપે પોતાના નિવેદન પર આપી સફાઈ

ત્યારબાદ કિચ્ચા સુદીપે સફાઈ આપીને લખ્યુ કે તેમની વાતને ખોટી રીતે લેવામાં આવી છે. તેમના કહેવાનનો અર્થ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈ વિવાદને પ્રોત્સાહન આપવાનો નહોતો. તેમણે કહ્યુ - હું આવુ કેમ કરુ સર. કિચ્ચાએ પોતાના બીજા ટ્વિટમાં લખ્યુ કે હું પોતાના દેશની દરેક ભાષાનુ પ્રેમ અને સમ્માન કરુ છુ સર. હું ઈચ્છુ છુ કે આ વિષય ખતમ કરીએ મે સંપૂર્ણપણે અલગ સંદર્ભમાં પંક્તિઓને કહી હતી. મચ લવ અને તમને હંમેશા શુભકામનાઓ. તમને જલ્દી મળવાની આશા છે.

સુદીપે કહ્યુ શું અમે ભારતના નથી સર?

સુદીપે કહ્યુ શું અમે ભારતના નથી સર?

કિચ્ચા સુદીપે ફરીથી ટ્વિટ કરીને જવાબ આપ્યો કે, સર તમે જે હિંદીમાં લખ્યુ તે મે સમજ્યુ, અમે હિંદીને પ્રેમ કર્યો, સમ્માન કર્યુ અને શીખી. કોઈ ગુનો નથી સર, પરંતુ જો મારી પ્રતિક્રિયા કન્નડમાં ટાઈપ કરવામાં આવી હોત તો શું સ્થિતિ હોત. શું અમે ભારતના નથી સર? હું તમને દોષ નથી આપતો પરંતુ જો કોઈ ક્રિએટિવ કારણથી મને તમારુ ટ્વિટ મળતુ તો વધુ ખુશી થાત.

English summary
Ajay Devgn-Sudeep Hindi language row: Siddaramaiah says 'Hindi will never be India National Language
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X