અજય દેવગને તો સલમાન અને કરણ જોહરની લઇ લીધી

અજય દેવગન આમ પણ ખુબ જ ઓછું બોલે છે. પરંતુ જયારે પણ બોલે છે બિલકુલ તડ અને ફ્ડ બોલી નાખે છે. હાલમાં જ અજય દેવગને એક ઇન્ટરવ્યૂમાં દિલ ખોલીને વાત કરી. આ ઇન્ટરવ્યૂમાં સૌથી રસપ્રદ વાત હતી ઉરી હુમલામાં બોલિવૂડની પ્રતિક્રિયા.

ajay devgan

અજય દેવગને સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાનમાં ફિલ્મ બેન થાય છે તો થવા દો. પરંતુ જયારે અજય દેવગનને પૂછવામાં આવ્યું કે પૈસા ડૂબી જશે તો તેનો તેમને ખુબ જ સુંદર જવાબ આપ્યો. જે દિલ જીતી લે તેવો હતો. ખાસ કરીને જયારે તેમની ફિલ્મ શિવાયનું બજેટ જ આટલું મોટું હોય.

ajay devgan

અજય દેવગને જવાબમાં કહ્યું કે સર પૈસા પહેલા દેશ આવે છે. દેશ ડૂબી ગયો તો પૈસા લઈને પણ શુ કરીશુ? ત્યારપછી અજય દેવગનને પૂછવામાં આવ્યું કે સલમાન ખાન અને કરણ જોહર એવું કેમ નથી વિચારતા? બાકી ઇન્ડસ્ટ્રી કેમ આવું વિચારતી નથી?

ajay devgan

તેના જવાબમાં અજય દેવગને કહ્યું કે તેમને ખબર નથી કે સલમાન અને કરણ આવી પરિસ્થિતિમાં કેમ છે. હું ખાલી મારી પોતાની વાત કરી રહ્યો છું. આમ પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈ એક મુદ્દા પર એક સાથે ક્યારેય નથી આવી.

ajay devgan

અજય દેવગન અહીં જ ના રોકાયા તેમને આગળ કહ્યું કે જે લોકો આવા નિવેદનો આપી રહ્યા છે તેમને ખબર જ નથી કે આખો મામલો કેટલો ગંભીર બની ચુક્યો છે.

ajay devgan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X