કોરોનાને મ્હાત આપનાર લોકોને અજય દેવગણે કરી અપીલ, તો જોરદાર થયા ટ્રોલ

બૉલિવુડ અભિનેતા અજય દેવગણે કોરોના વાયરસથી રિકવર થનાર લોકોને એક અપીલ કરી છે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

અત્યારે આખી દુનિયા કોરોના વાયરસ(કોવિડ-19) સામે જંગ લડી રહી છે. ભારતમાં પણ આના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન એક સારા સમાચાર પણ આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં લોકો આ બિમારીમાંથી રિકવર થઈ રહ્યા છે. હવે બૉલિવુડ અભિનેતા અજય દેવગણે કોરોના વાયરસથી રિકવર થનાર લોકોને એક અપીલ કરી છે. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

ટ્વિટમાં શું કહ્યુ અજય દેવગણે?

ટ્વિટમાં શું કહ્યુ અજય દેવગણે?

અજય દેવગણે કોરોના વૉરિયર્સને ટવિટ કરીને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરી છે. પરંતુ તેમનુ આ ટ્વિટ લોકોને ગમ્યુ નહિ. અમુક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. તો વળી, અમુક લોકો નેગેટીવ કમેન્ટ્સ કરી તેમને ટ્રોલ કરી રહ્યા છે. પોતાના ટ્વિટમાં અજય દેવગણે લખ્યુ,જો તમે કોવિડ-19થી રિકવર થઈ ચૂક્યા હોય તો તમે એક કોરોના વૉરિયર છો. આપણે વૉરિયર્સની એક સેના જોઈએ જે આ અદ્રશ્ય દુશ્મન સામે લડી શકે. તમારા લોહીમાં એક પ્રકારની બુલેટ છે જે વાયરસને મારી શકે છે. કૃપા કરીને બ્લડ ડોનેટ કરો, ખાસ કરીને ગંભીર રીતે બિમાર લોકોને જેથી જલ્દી રિકવર થઈ શકે.

શું કહી રહ્યા છે લોકો?

તમને જણાવી દઈએ કે અમુક રિપોર્ટ્સમાં એ કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસથી રિકવર થનાર લોકોના લોહીમાં આ બિમારી સામે લડવાની ક્ષમતા ઘણી વધી જાય છે. તેમના લોહીથી બીજા દર્દીના રિકવર થવાના પણ અણસાર છે. આ જ કારણ છે કે અજય દેવગણે આવુ ટ્વિટ કર્યુ છે. તેમના આ ટ્વિટ બાદ લોકો તેમને ઘણા ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, ‘આ કેવી રીતે બની શકે? શું આ એક એન્ટીડૉટ છે?' એક યુઝર લખે છે, ‘આ સરકારે અનુમતિ આપી છે કે પછી આ તમારુ પોતાનુ રિસર્ચ છે.'

અન્ય અભિનેતાઓએ પણ કર્યુ ટ્વિટ

અન્ય અભિનેતાઓએ પણ કર્યુ ટ્વિટ

તમને જણાવી દઈએ કે માત્ર અજય દેવગણ જ નહિ પરંતુ ઋતિક રોશન અને વરુણ ધવને પણ સોશિયલ મીડિયા પર એવી અપીલ કરી છે. ત્યારબાદથી તેમને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1553 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 17265 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા 36 લોકોના મોત સાથે મૃતકોનો આંકડો વધીને 543 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોરોના વાયરસના 2546 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X