પુનઃ ચમકશે અજય દેવગણ-સોનાક્ષી સિન્હાની જોડી
મુંબઈ, 20 મે : સન ઑફ સરદાર પછી અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા પુનઃ એક વાર રૂપેરી પડદે જોડી જમાવવાની તૈયારીમાં છે. પ્રભુ દેવા દિગ્દર્શિત ફિલ્મમાં આ જોડી પુનઃ ચમકવાની શક્યતા છે. સૂત્રોની માનીએ તો બાબા ફિલ્મ્સના ગોરધન તનવાની આ ફિલ્મનું નિર્માણ કરશે.

ચર્ચા એમ પણ છે કે વિકી ડૉનર ફેમ યામી ગૌતમ પણ આ ફિલ્મમાં એક રસપ્રદ રોલ માટે ફાઇનલાઇઝ કરાયાં છે. પ્રભુ દેવા સાથે અજયની આ પ્રથમ ફિલ્મ હશે, જ્યારે સોનાક્ષી સિન્હા આ ટૅલેંટેડ દિગ્દર્શક સાથે રાઉડી રાઠોડમાં કામ કરી ચુક્યાં છે અને રૅમ્બો રાજકુમારમાં કામ કરી રહ્યાં છે. સોનાક્ષીએ ઓહ માય ગૉડ ફિલ્મમાં પ્રભુ દેવા સાથે ગો ગો ગો ગોવિંદા... ગીત ઉપર ડાન્સ પણ કર્યો હતો.
બીજી બાજુ ફિલ્મના નિર્માતાઓ યામી ગૌતમની એરેબિક સ્કિલ્સથી પ્રભાવિત છે કે જે તેમણે તાજેતરમાં એક ટીવી કૉમર્સિયલ શૂટિંગમાં દાખવ્યુ હતું. તેથી તેમને આ ફિલ્મમાં લેવામાં આવ્યાં છે. 24 વર્ષીય યામી ગૌતમ તામિળ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. ફિલ્મમાં તેમની સામે એરેબિક ભાષા બોલવાનો પડકાર છે.












Click it and Unblock the Notifications
