તમાકુ કંપનીની જાહેરાત માટે અક્ષય કુમારે ફેન્સની અડધી રાતે માંગી માફી, ખુદને એડથી કર્યા અલગ
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેલાડી અક્ષય કુમાર આજકાલ એક જાહેરખબરના કારણે ઘણા ચર્ચામાં છે. વાસ્તવમાં લોકપ્રિય તમાકુ ઉત્પાદનની જાહેરાતમાં હાલમાં જ અક્ષય કુમાર અજય દેવગણ અને શાહરુખ ખાન સાથે જોવા મળ્યા હતા ત્યારબાદથી લોકો તેના જૂના ઈન્ટરવ્યુની ક્લિપ શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ જે રીતે લકોએ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કર્યો ત્યારબાદ અક્ષય કુમારે ખુદને તમાકુ કંપનીની જાહેરાતથી અલગ કરવાનુ એલાન કર્યુ છે. અક્ષય કુમારે મોડી રાતે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આની માહિતી આપી છે.

ફેન્સની માંગી માફી
અક્ષય કુમારે મોડી રાતે એક ટ્વિટ શેર કરીને આની માહિતી આપી, અક્ષયે ટ્ટિટમાં પોતાનુ નિવેદન શેર કર્યુ છે જેમાં તેમણે લખ્યુ, 'હું આપ બધા લોકોની માફી માંગવા માંગુ છુ, મારા બધા ફેન્સ અને ચાહકોની. તમે લોકોએ છેલ્લા અમુક દિવસોમાં જે પ્રતિક્રિયા આપી તેનાથી હું ઘણો પ્રભાવિત થયો છુ. મે ક્યારેય તમાકુનો પ્રચાર કર્યો નથી અને ના આગળ ક્યારેય કરીશ. હું તમારા લોકોની ભાવનાઓની કદર કરુ છુ, જે રીતે તમે મારા વિમલ ઈલાઈચીની જાહેરાત પર પોતાની પ્રતિક્રિયા આપી.'

જાહેરાતના પૈસાનો બીજે ક્યાંક કરશે ઉપયોગ
અક્ષય કુમારે કહ્યુ કે હું પૂરી વિનમ્રતાથી આ જાહેરાતથી ખુદને અલગ કરી રહ્યો છુ, મે નિર્ણય લીધો છે કે હું જાહેરાતમાંથી મળેલા બધા પૈસાનો એક સારા કામ માટે ઉપયોગ કરીશ. બ્રાંડ ઈચ્છે તો મારી જાહેરાતનો આગળ ઉપયોગ કરી શકે છે જ્યાં સુધી મારી સાથે તેમનો કાનૂની કરાર છે પરંતુ હું તમને લોકોને વચન આપુ છુ કે આગળથી હું મારી જાહેરાતો પસંદ કરવામાં ધ્યાન રાખીશ. આના બદલામાં હું તમારા લોકો પાસેથી હંમેશા પ્રેમ અને શુભકામનાઓની અપેક્ષા રાખુ છુ.

અજય દેવગણ-શાહરુખ ખાન સાથે જાહેરાત
તમને જણાવી દઈએ કે હાલમાં જે વિમલની જાહેરાત સામે આવી હતી તેમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર, શાહરુખ ખાન અને અજય દેવગણ સાથે જોવા મળી રહ્યા છે. આ બધા લોકો આ પાન મસાલાની જાહેરાત કરીને વિમલને સલામ કરે છે. ત્યારબાદ અક્ષય કુમારના ફેન્સે તેનો જૂનો વીડિયો શેર કર્યો અને તેને ટ્રોલ કરવા લાગ્યા. લોકોએ વીડિયો શેર કરીને કહ્યુ કે છેવટે કેવી રીતે તમે જૂના વચનો ભૂલી શકો છો જેમાં તમે કહ્યુ હતુ કે તમે ક્યારેય તમાકુની કંપનીનો પ્રચાર નહિ કરો, લોકોએ અક્ષયને પોતાનુ જૂનુ વચન યાદ અપાવ્યુ.

શું હતો જૂનો વીડિયો
વાસ્તવમાં, આ જાહેરાત બાદ લોકોએ અક્ષય કુમારનો જે જૂનો વીડિયો શેર કર્યો હતો તેમાં અક્ષય કહે છે કે ઘણી વાર મારી પાસે મોટી-મોટી તમાકુ બ્રાંડની જાહેરાત આવે છે, તેમને આના માટે કોઈ પણ રકમ આપવા માટે તૈયાર હોય છે પરંતુ મે નિર્ણય લીધો છે કે હું ક્યારેય પણ તમાકુ બ્રાંડની જાહેરાત નહિ કરુ. અક્ષયના આ નિવેદનને લોકો શેર કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે. આ સાથે અક્ષયના સેનિટરી પેડની જાહેરાત પણ લોકો શેર કરી રહ્યા છે જેમાં તે કહે છે કે ફૂ-ફૂ કર માટે તારી પાસે પૈસા છે પરંતુ એક 10 રૂપિયાના સેનિટરી પેડ માટે નથી.