અક્ષય કુમારે 80 કરોડમાં સાઇન કરી બે ફિલ્મો
મુંબઈ, 5 માર્ચ : જો આ અહેવાલોને સાચા ગણીએ, તો ખેલાડી અક્ષય કુમર હવે બૉલીવુડના સૌથી મોંઘા અભિનેતા થઈ ગયાં છે. તેમને બે ફિલ્મો માટે 80 કરોડ રુપિયામાં સાઇન કરવામાં આવ્યાં છે. તેમને સાઇન કરનાર નિર્માતા રમેશ તૌરની કહે છે - હા અમે અક્ષયને બે ફિલ્મોમાં સાઇન કર્યાં છે.

રમેશ તૌરાનીએ જણાવ્યું કે પ્રથમ ફિલ્મનું શૂટિંગ જુલાઈના પ્રથમ સપ્તાહે કૅપટાઉન ખાતે શરૂ થશે અને તેનું દિગ્દર્શન કરશે સાજિદ-ફરહાદ. સાજિદ-ફરહાદે બોલ બચ્ચન, ગોલમાલ રિટર્ન્સ અને હાઉસફુલ 2 જેવી ફિલ્મોના સંવાદો લખ્યાં છે. તૌરાનીએ જણાવ્યું કે બીજી ફિલ્મનું શૂટિંગ 2014માં શરૂ થશે. જોકે બીજી ફિલ્મના દિગ્દર્શકના નામ અંગે ખુલાસો કરાયો નથી.
અક્ષયને અપાયેલ સાઇનિંગ ઍમાઉંટ વિશે રમેશ તૌરાનીએ કંઈ પણ કહ્યું નહીં. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે અક્ષયને બે ફિલ્મો માટે 80 કરોડ રુપિયામાં સાઇન કરાયાં છે. રમેશ તૌરાનીનું કહેવું છે કે આ સંબંધે કંઈ કહેવાની મને ઇજાજત નથી. હું આ અંગે કંઈ પણ કહેવા માંગતો નથી. અક્ષય સાથે પ્રથમ ફિલ્મમાં કામ કરવા અંગે તૌરાનીનું કહેવું છે કે અક્ષય ખૂબ જ શિસ્તબદ્ધ અને સખત મહેનત કરનાર કલાકાર છે. હું ઘણા વખતથી તેમની સાથે કામ કરવા માંગતો હતો. આજે જ્યારે મને આ તક મળી છે, ત્યારે હું ખૂબ ખુશ છું. રમેશ તૌરાની સાથે અક્ષયની આ પ્રથમ ફિલ્મ હશે.












Click it and Unblock the Notifications
