બાદશાહ સામે જંગ ઉપર ઠંડુ પાણી રેડતાં ખેલાડી
મુંબઈ, 30 મે : પુનઃ એક વાર બે બૉલીવુડ સ્ટાર્સ બૉક્સ ઑફિસે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યાં છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ અક્ષય કુમાર અને શાહરુખ ખાનની. તેમની ફિલ્મો ક્રમશઃ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન તથા ચેન્નઈ એક્સપ્રેસ ઈદ પ્રસંગે રિલીઝ થવા જઈ રહી છે. એક બાજુ આખું મીડિયા જગત આ ફાઇટ કૅશ કરવામાં લાગ્યું છે, તો બીજી બાજુ અક્ષય કુમારે આ લડાઈ ઉપર ઠંડુ પાણી રેડી દીધું છે.

અક્ષય કુમારે પોતાની ફિલ્મના ફર્સ્ટ લુક તથા ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - શાહરુખ ખાન અને મારી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. આ વાતને બહુ તૂલ આપવી જોઇએ નહિં. આ તો બૉલીવુડ છે. અહીં દર મોટા તહેવારે અનેક ફિલ્મો રિલીઝ થતી હોય છે. હું તો ઉપરવાળાને પ્રાર્થના કરુ છું કે બંને જ ફિલ્મો સારો બિઝનેસ કરે અને લોકોનું મનોરંજન કરે.
નોંધનીય છે કે શાહરુખ ખાનના પ્રોડક્શનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દીપિકા પાદુકોણે તથા શાહરુખ ખાનની હીટ જોડી છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ 23મી ઑગસ્ટે રિલીઝ થવાની છે, તો આ જ દિવસે રિલીઝ થનાર વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મમાં અક્ષય કુમાર તેમજ સોનાક્ષી સિન્હા છે. એકતા પ્રોડક્શનની આ ફિલ્મ વન્સ અપૉન ટાઇમ ઇન મુંબઈની સિક્વલ છે.
જોકે શાહરુખ-અક્ષય વચ્ચે ક્યારેય બૉલીવુડમાં કોઈ વિવાદ સર્જાયો નથી. બંનેએ દિલ તો પાગલ હૈ ફિલ્મમાં સાથે કામ પણ કર્યુ હતું. શાહરુખ લીડ રોલમાં હતાં, તો અક્ષય ગેસ્ટ રોલમાં. તેવી જ રીતે હે બેબી ફિલ્મમાં પણ બંને હતાં. તેમાં અક્ષય લીડ રોલમાં હતાં, જ્યારે શાહરુખ ગેસ્ટ રોલમાં હતાં.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
