For Quick Alerts
For Daily Alerts
ગૅંગસ્ટર રવિ પુજારીએ આપી અક્ષય કુમારને ધમકી!
મુંબઈ, 27 ઑક્ટોબર : અક્ષય કુમાર કે જેઓ બૉલીવુડમાં અનેક વખત ડૉનનો રોલ ભજવી ચુક્યાં છે, તેમને તાજેતરમાં જ એક ગૅંગસ્ટર તરફથી જાનથી મારવાની ધમકી મળી છે. અક્ષયની ઑફિસ તરફથી આ ફરિયાદ જુહૂ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ફરિયાદ મુજબ અક્ષયને કોઈ ગૅંગસ્ટર રવિ પુજારીએ ફોન કરી જણાવ્યું છે કે તેમણે પોતાના નોકરને કાઢી સારૂ નથી કર્યું. તે પછી આ ગૅંગસ્ટરે એમ પણ જણાવયું કે તે જેવું કહેશે, તેવું જ અક્ષયે કરવું પડશે, નહિંતર તેમનો જાન જઈ શકે છે.
અક્ષય કુમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમને પોલીસ પ્રોટેક્શન પણ મળી રહ્યું છે, પરંતુ હજી સુધી એ નથી જાણવા મળ્યું કે કોણે અક્ષયને ફોન કર્યો હતો. અક્ષયે તાજેતરમાં જ પોતાના ઘરેથી એક નોકરને હાંકી કાઢ્યો હતો, કારણ કે તેણે તેમના પરિવાર સાથે થોડીક અભદ્ર રીતે વાત કરી હતી. જ્યારે તે નોકરને હાંકવામાં આવ્યો, તે પછી જ અક્ષયને ફોન આવ્યો અને તે ફોન કરનારે પોતાનું નામ ગૅંગસ્ટર રવિ પુજારી બતાવ્યું. તેણે કહ્યું કે અક્ષયે નોકરને કાઢી સારૂ નથી કર્યું. અક્ષયની ઑફિસ તરફથી જુહૂ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે અક્ષયને પ્રોટેક્શન આપી દીધું છે.નોંધનીય છે કે બૉલીવુડને ધમકીઓ મળવાનો સિલસિલો સતત ચાલુ છે. આ અગાઉ રામ ગોપાલ વર્મા, સોનૂ નિગમ, કરણ જૌહર તથા બોની કપૂરને પણ આ પ્રકારની ધમકીઓ મળી ચુકી છે.