ફિલ્મના સેટ પર અક્ષય કુમાર સાથે બની મોટી દૂર્ઘટના, એક્શન સીન શૂટ કરતી વખતે થઈ ગંભીર ઈજા

akshay kumar

Akshay Kumar Injured: બૉલિવુડના એક્શન હીરો અક્ષય કુમાર પોતાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર સાથે એક દૂર્ઘટના બની ગઈ છે, જેમાં તેમને ઈજા થઈ છે. અક્ષય કુમાર પોતાના કો-સ્ટાર ટાઈગર શ્રોફ સાથે ફિલ્મનુ એક એક્શન સીક્વન્સ શૂટ કરી રહ્યા હતા, એ દરમિયાન તેમની સાથે આ બનાવ બન્યો.

એક્શન સીન કરતી વખતે થયા ઘાયલ

એક્શન સીન કરતી વખતે થયા ઘાયલ

અક્ષય કુમાર અને તેની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની આખી ટીમ હાલમાં સ્કોટલેન્ડમાં છે અને ત્યાં એક્શન સીનનુ શૂટિંગ ચાલી રહ્યુ હતુ. જો કે અક્ષય કુમારે ગંભીર ઈજા થયા બાદ પણ શૂટિંગ બંધ ન કર્યુ અને થોડા સમય માટે કામ કરવાનુ ચાલુ રાખ્યુ. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, આ એક્શન સીન શૂટ કરતી વખતે અક્ષય કુમારને ઈજા થઈ પરંતુ તે કહે છે કે તેના કારણે ફિલ્મને નુકસાન ન થવુ જોઈએ. તે તેના બાકીના ભાગોનુ શૂટિંગ ચાલુ રાખશે કારણ કે તેને આવી ઇજાઓ થતી રહે છે. જો કે, તે એક્શન સિક્વન્સને હાલ પૂરતુ રોકી દેવામાં આવ્યુ છે અને ક્લોઝ-અપ શૉટ્સ સાથે શૂટિંગ ચાલુ રાખવામાં આવ્યુ છે.

અક્ષય કુમારના ઘૂંટણ પર લાગ્યા બ્રેસેસ

તમને જણાવી દઈએ કે તે સમયે અક્ષય કુમારની સાથે ટાઈગર શ્રોફ પણ તે એક્શન સિક્વન્સનુ શૂટિંગ કરી રહ્યો હતો. ખતરનાક સ્ટંટ કરતા અક્ષય કુમારને ઈજા થઈ હતી. ઈજાના કારણે અક્ષય કુમારના ઘૂંટણ પર બ્રેસેસ લગાવવામાં આવ્યા છે, જેના કારણે અક્ષય કુમારને હાલ ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે.હાલમાં ફિલ્મ માટે એક્શન સિક્વન્સને રોકી દેવામાં આવી છે. અક્ષયે ફિલ્મ નિર્માતાઓને તેના બાકીના ક્લોઝ-અપ શૉટ્સ સાથે ચાલુ રાખવા કહ્યુ હતુ જેથી સ્કોટલેન્ડનુ શિડ્યૂલ શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરી શકાય.

દિવાળી પર રિલીઝ થશે ફિલ્મ

મળતી માહિતી મુજબ, ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સિવાય સોનાક્ષી સિન્હા અને પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે. દરેક વ્યક્તિએ સ્કોટલેન્ડ જતા પહેલા મુંબઈમાં પોતાનુ પહેલુ શિડ્યુલ પૂરુ કર્યુ હતુ. ફિલ્મના નિર્દેશક અલી અબ્બાસ ઝફર છે. આ ફિલ્મ 2023ની દિવાળીએ રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X