Pics : જાહેરખબર જગતમાં મોંઘા થયાં અક્ષય

મુંબઈ, 7 જૂન : બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર એક પછી એક હિટ ફિલ્મો આપવાની સાથે જ જાહેરખબર જગતમાં વધુ મોંઘા થઈ ગયાં છે. તેમણે વિવિધ ઉત્પાદનો સાથે જોડાવા માટે પોતાની કિંમત વધારી દીધી છે. તાજેતરમાં જ 13 બ્રાન્ડ્સ સાથે કરાર કરનાર અક્ષયે જણાવ્યું - અહીં બાબત એક હાથ લે, દૂસરે હાથ દે જેવી છે. તેથી કામની કિંમત વધારવમાં કંઈ ખોટું નથી.

અક્ષય કુમારે ગુરુવારે પત્રકારોને જણાવ્યું - જ્યારે બજારમાં કોઈ ઉત્પાદનનું વેચાણ વધતું હોય, તો મને નથી લાગતું કે જાહેરખબરમાં કામ કરવાની કિંમત વધારવામાં કંઇ પણ ખોટું છે. મને નથી લાગતું કે કોઈને પણ તેનાથી તકલીફ થવી જોઇએ.

અક્ષય કુમારે છેલ્લા ત્રણ વર્ષોમાં રાઉડી રાઠોડ, હાઉસફુલ 2 અને ખિલાડી 786 જેવી હિટ ફિલ્મો આપી છે. તેમની આગામી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થવાની છે કે જેમાં ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હા પણ છે.

આવો તસવીરો સાથે જાણીએ અક્ષય કુમારે વધું શું કહ્યું?

એક હાથ લે, દૂસરે હાથ દે

એક હાથ લે, દૂસરે હાથ દે

અક્ષય કુમાર કિંમત વધારવાને યોગ્ય ગણાવતાં કહેછે - અહીં બાબત એક હાથ લે, દૂસરે હાથ દે જેવી છે.

એવરેડીના બ્રાન્ડ એમ્બેસેડર

એવરેડીના બ્રાન્ડ એમ્બેસેડર

અક્ષય કુમારને 2011માં એવરેડી બૅટરીઝના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં છે.

અગાઉ અમિતાભ હતાં

અગાઉ અમિતાભ હતાં

અક્ષય કુમાર અગાઉ અમિતાભ બચ્ચન બે વરસ સુધી એવરેડી બૅટરીઝના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા હતાં.

ત્રણ હિટ ફિલ્મો

ત્રણ હિટ ફિલ્મો

અક્ષય કુમારે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ હિટ ફિલ્મો હાઉસફુલ 2, રાઉડી રાઠોડ અને ખિલાડી 786 આપી છે.

હવે ઓયૂટીએમએ

હવે ઓયૂટીએમએ

અક્ષય કુમાર હવે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેનમાં દેખાશે કે જે 8મી ઑગસ્ટના રોજ રિલીઝ થશે.

હિટ ફિલ્મોએ વધારી ડિમાંડ

હિટ ફિલ્મોએ વધારી ડિમાંડ

એક પછી એક હિટ ફિલ્મ આપવાના કારણે બૉલીવુડમાં પણ અક્ષય કુમારની ડિમાંડ વધી છે. તેવામાં જાહેરખબર જગતમાં તેમને વધુ ભાવ આપવામાં કદાચ તમામને પોષાશે જ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X