#BangaloreMolestation પર અક્ષય કુમારનો સણસણતો જવાબ, જુઓ વીડિયો

બેંગ્લુરુમાં થયેલા મોલેસ્ટેશન કેસ પર અક્ષય કુમારે પોસ્ટ કર્યો વીડિયો! યુવતીઓને આપી સલાહ, ચોક્કસ જુઓ.

31 ડિસેમ્બરની સાંજે બેંગ્લુરુમાં યુવતીઓ સાથે છેડછાડના મામલે સમગ્ર દેશ રોષે ભરાયો છે. દરેક વ્યક્તિ દેશની સરકાર પાસે આ મામલામાં કડક પગલાં લેવાની માંગ કરી રહ્યાં છે. આ કેસ સામે આવ્યા બાદ બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાનો રોષ જાહેર કર્યો છે.

akshay kumar

આમિર ખાને પોતાના નિવેદનમાં આ ઘટનાને શરમજનક ગણાવી છે. ફરહાન અખ્તર, વરુણ ધવન જેવા સ્ટાર્સે ટ્વીટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને હવે બોલિવૂડના અભિનેતા અક્ષય કુમારે પણ આ અંગે ટિપ્પણી કરતા યુવતીઓને તથા આવી શરમજનક હરકત કરનાર અસામાજીક તત્વોને એક સલાહ આપી છે.

અક્ષય કુમાર હાલમાં જ કેપટાઉનમાં ફેમિલિ સાથે વેકેશન માણીને ભારત પરત ફર્યા છે અને જેવી તેમણે બેંગ્લુરુ મોલેસ્ટેશન કેસ અંગે જાણ થઇ કે તરત તેમણે પોતાના ફેન્સ અને દેશવાસીઓ માટે આ વીડિયો થકી મેસેજ મોકલ્યો છે.
આ વીડિયોમાં અક્ષય કુમારે આવી ઘટનાઓ અને તેને જસ્ટિફાય કરતાં લોકોના નિવેદનોને વખોડી કાઢ્યાં છે તથા યુવતીઓને હિંમત રાખવાની સલાહ આપી છે. જુઓ અક્ષય કુમારનો વીડિયો અહીં..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X