અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ' ફિલ્મ સામે દાખલ કરાઈ પીઆઈએલ

સુપર સ્ટાર અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝની ફિલ્મ ગુડ ન્યૂઝ હાલમાં જ રિલીઝ થઈ હતી અને ફિલ્મ માટે હવે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

સુપર સ્ટાર અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝની ફિલ્મ ગુડ ન્યૂઝ હાલમાં જ રિલીઝ થઈ હતી અને ફિલ્મ માટે હવે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યુ છે કે કર્ણાટકમાં ફિલ્મ પર એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે અને ફિલ્મની રિલીઝ પર સ્ટે લગાવવાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ અરજી દાખલ કરનારનુ નામ મીર સમીમ રઝા છે અને તેમણે ફિલ્મના સબ્જેક્ટ પર વાંધો વ્યક્ત કર્યો છે.

આઈવીએફ કેન્દ્રો ઘણી વાર આવી ભૂલો કરે છે

આઈવીએફ કેન્દ્રો ઘણી વાર આવી ભૂલો કરે છે

તેમનુ કહેવુ છે કે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં બે જણ જેમના નામ બત્રા છે તેમના સ્પર્મ બદલી દેવામાં આવે છે. હવે રિયલ લાઈફની વાત કરીએ તો દર્શકોને એ વાત પર વિશ્વાસ આવી શકે છે કે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) કેન્દ્રો ઘણી વાર આવી ભૂલો કરે છે.

વાંધો વ્યક્ત કર્યો

વાંધો વ્યક્ત કર્યો

જેનાથી તેમના વેપાર પર ખોટો પ્રભાવ પડી શકે છે. આ જ કારણ છે કે તેમણે આ ફિલ્મ માટે વાંધો વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે મીર સમીમ રઝા એક એનજીઓ ચલાવે છે અને તેના અધ્યક્ષ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અક્ષય કુમાર અને દિલજીક દોસાંઝ ઉપરાંત કરીના કપૂર ખાન અનેન કિયારા અડવાણી પણ છે. ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.

પહેલા દિવસે 18 કરોડનો બિઝનેસ

પહેલા દિવસે 18 કરોડનો બિઝનેસ

જો કે ફિલ્મની વાત કરીએ તો ગુડ ન્યૂઝને સારા રિવ્યુ અને જનતાની પ્રતિક્રિયા મળી છે. કૉમેડી, રોમાંસ અને ઈમોશનથી ભરપૂર આ ફિલ્મની કમાણી સારી બતાવાઈ રહી છે. બૉક્સ ઑફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ગુડ ન્યૂઝે પહેલા દિવસે 18 કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે વીકેન્ડમાં કમાણી વધવાની આશા રાખવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X