Pics : ગાર્નિયરનો નવો ચહેરો હાઈવે ગર્લ આલિયા

મુંબઈ, 31 મે : બૉલીવુડના નવા-નવા રાધા ગર્લ આલિયા ભટ્ટ હવે ગાર્નિયરના ઉત્પાદનોના પ્રચારમાં નવા ચહેરા હશે. રાધા ગર્લ એટલે કે આલિયા ભટ્ટની આગામી ફિલ્મ હાઈવે આવી રહી છે અને હાલ તેઓ તેના શૂટિંગમાં વ્યસ્ત છે. એટલે જ તો આલિયા ભટ્ટ હવે હાઈવે ગર્લ તરીકે પણ જાણીતા બની ગયાં છે.

મળતી માહિતી મુજબ આલિયા ભટ્ટ ગાર્નિયરના પ્યોર એક્ટિવ રેંજ ધરાવતા ઉત્પાદનોનું પ્રચાર કરશે કે જે ચહેરા પર થતી ખીલ, દાણા તથા ઊંડા નિશાનો જેવા ત્વચાના પ્રશ્નોના ઉકેલ માટે બન્યાં છે.

ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત હાઈવે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત આલિયા ભટ્ટે ગાર્નિયર માટે સમય ફાળવ્યો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું - વ્યક્તિગત રીતે હું ચહેરો સાફ કરનાર આવા ઉત્પાદનોને બહુ પસંદ કરુ છું, કારણ કે તેનાથી મને પોતાની ત્વચાને તાજગીપૂર્ણ તથા નરમ રાખવામાં મદદ મળે છે. તેનાથી મને ખીલથી પણ છુટકારો મળે છે અને ચહેરો તૈલીય નથી લાગતો.

આલિયા ભટ્ટે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેમની બીજી ફિલ્મ હાઈવે આવવાની છે કે જેનું શૂટિંગ ધમધોકાર ચાલી રહ્યું છે.

આવો આપણે તસવીરો વડે જોઇએ અને જાણીએ આ હાઈવે ગર્લ આલિયા ભટ્ટ અંગેની કેટલીક વધુ બાબતો.

કરણ જૌહરની શોધ

કરણ જૌહરની શોધ

આલિયા ભટ્ટ એમ તો બૉલીવુડના પ્રસિદ્ધ ભટ્ટ કૅમ્પમાંથી આવે છે. અરે ભાઈ મહેશ ભટ્ટના પુત્રી છે, પરંતુ તેઓ બૉલીવુડમાં કરણ જૌહરની શોધ તરીકે જાણીતાં છે.

પહેલી જ ફિલ્મ હિટ

પહેલી જ ફિલ્મ હિટ

પિતાના સથવારે નહીં, પણ સ્વતંત્ર રીતે કૅરિયર શરૂ કરવાની ધગશ સાથે આલિયા ભટ્ટે કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડમાં ધમાકેદાર પ્રવેશ કર્યો. તેમની પ્રથમ જ ફિલ્મ હિટ રહી હતી.

બની ગયાં રાધા ગર્લ

બની ગયાં રાધા ગર્લ

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ તો હિટ થઈ જ, સાથે-સાથે આલિયા ભટ્ટ ઉપર ફિલ્માવાયેલ રાધા... ગીત પણ હિટ રહ્યું અને હવે તેઓ રાધા ગર્લ તરીકે જાણીતા બની ગયાં છે.

હાઈવે તરફ

હાઈવે તરફ

રાધા ગર્લ હવે હાલ હાઈવેની ધૂળ છાણી રહ્યાં છે. આલિયા ભટ્ટની બીજી ફિલ્મ હાઈવે આવવાની છે કે જેનું શૂટિંગ ધમધોકાર ચાલી રહ્યું છે.

રણદીપ-ઇમ્તિયાઝ

રણદીપ-ઇમ્તિયાઝ

ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત હાઈવે ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે રણદીપ હુડા હીરો છે. ફિલ્મમાં ઇમ્તિયાઝ અલી પોતે પણ છે.

ખુલતાં નવા દ્વાર

ખુલતાં નવા દ્વાર

બૉલીવુડના ગ્લૅમર જગતમાં પગ મૂક્યા બાદ અન્ય અભિનેત્રીઓની જેમ આલિયા ભટ્ટ માટે પણ જાહેરખબર જગત સહિત અનેક નવા દ્વાર ખુલ્યાં છે.

ગાર્નિયરનો નવો ચહેરો

ગાર્નિયરનો નવો ચહેરો

આલિયા ભટ્ટ ગાર્નિયરનો નવો ચહેરો બની ગયાં છે. હજુ તો આલિયા માટે અનેક નવા દ્વાર ખુલતાં જ રહેવાનાં છે. તેમાં કોઈ શંકા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X