સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા રણબીર-આલિયા, ટ્વિટર પર સવાલોનો વરસાદ

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરના રિસેપ્શનમાં જ્યાં બધા સિતારાઓ પોતાના કપડાં માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, તો બે સિતારા એવા પણ છે કે જે કોઈ બીજા જ કારણે ચર્ચાનો વિષ બની ગયા છે.

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરના રિસેપ્શનમાં જ્યાં બધા સિતારાઓ પોતાના કપડાં માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, તો બે સિતારા એવા પણ છે કે જે કોઈ બીજા જ કારણે ચર્ચાનો વિષ બની ગયા છે. આ બે સિતારાઓ બીજા કોઈ નહિ, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાલના સૌથી મોટા નામ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે.

એકબીજાને કરી રહ્યા છે ડેટ

એકબીજાને કરી રહ્યા છે ડેટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સોનમના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા. બસ, પછી શું, કેટલાય દિવસોથી આવી રહેલી તેમની ડેટિંગની વાતોને હવા મળી ગઈ. હવે ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આ લોકો ખરેખર એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહિ.

સોશિયલ મીડિયા પર ડેટિંગના સમાચાર

સોશિયલ મીડિયા પર ડેટિંગના સમાચાર

સોનમ કપૂરની રિસેપ્શન પાર્ટીમાં રણબીર અને આલિયા સાથે આવતા ખૂબ વાતો થઈ રહી છે. બોલિવુડની ગલીઓની તો ખબર નહિ પરંતુ સોશિયલ મીડિયા પર એ ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિસેપ્શન પાર્ટીમાં રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે એકદમ ડેશિંગ એન્ટ્રી મારી. જ્યાં સવ્યસાચીના લીલા રંગના લહેંગામાં આલિયા ભટ્ટ એકદમ ખિલી રહી હતી તો વળી, મનીષ મલ્હોત્રાની શેરવાનીમાં રણબીર પણ કંઈ કમ નહોતો લાગતો. ત્યારબાદ આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એવી સ્ટોરી મૂકી કે અફવાઓને ઓર હવા મળી ગઈ.

પ્રેમ કે પ્રમોશનલ સ્ટંટ?

પ્રેમ કે પ્રમોશનલ સ્ટંટ?

સોશિયલ મીડિયા પર લોકોએ એ અટકળો લગાવવાની શરૂ કરી દીધી છે કે બંને ડેટ કરી રહ્યા છે. વળી, કેટલાકનું કહેવુ છે કે આ બધી અફવાઓ છે. આ બંને ડેટ નથી કરી રહ્યા. વળી, એક યૂઝરે લખ્યુ કે આ બધુ ફિલ્મ પ્રમોશનનો જ એક ભાગ છે. તેમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પહેલી વાર કોઈ ફિલ્મમાં સાથે દેખાવાના છે.

આલિયાનો ક્રશ છે રણબીર!

આલિયાનો ક્રશ છે રણબીર!

આ ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જી કરી રહ્યા છે કે જે એ સમયે બંનેની સાથે હાજર હતા. આમ તો જો કે આલિયા અને રણબીર સાચેમાં ડેટ કરી રહ્યા હોય તો એમાં કોઈ હેરાનીની વાત નથી. પહેલા તો એ કે બંને સિંગલ છે. બીજુ એ કે આલિયા ભટ્ટે ઘણા સમય પહેલા કહ્યુ હતુ કે તેને રણબીર કપૂર પર ક્રશ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેનું આમ સાથે દેખાવુ ખરેખર ડેટિંગ છે અથવા તો આવનારી ફિલ્મનું પ્રમોશન. વાંચો ટ્વિટ્સ-

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X