અંતરંગ અને ચુંબન દૃશ્યો પણ આપી શકે આલિયા
મુંબઈ, 29 ઑક્ટોબર : મહેશ ભટ્ટની નાની સાહેબઝાદી અને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ગર્લ આલિયા ભટ્ટનું કહેવું છે કે તેને ફિલ્મમાં ઇંટીમેટ અને ચુંબન દૃશ્યો આપવા સામે કોઈ વાંધો નથી અને તે આમ કરવા પણ તૈયાર છે. શરત એ છે કે તે ફિલ્મની વાર્તાની ડિમાંડ હોવું જોઇએ. આલિયાનું આ બિંદાસ નિવેદન તેની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરની સફળતાના આધારે આવ્યો છે.

ફિલ્મમાં આલિયા ભટ્ટે બિકિની પહેરી છે. આ અંગે આલિયાએ જણાવ્યું કે આપ અંદાજો લગાવી શકો છો કે મને બોલ્ડ દૃશ્યો આપવા સામે કોઈ વાંધો નથી. આલિયાએ જણાવ્યું કે તો પોતાના પપ્પા મહેશ ભટ્ટની ફિલ્મો જોઈ મોટી થઈ છે. તેથી તેને આવા દૃશ્યો આપવામાં કોઈ મુશ્કેલી આવત નથી. તેણે કહ્યું - મને પપ્પાની અર્થ, જિસ્મ, રાઝ જેવી ફિલ્મો બહુ જ પસંદ છે. બોલ્ડ હોવાની સાથે-સાથે આ ફિલ્મો બહુ સારી પણ છે.
નોંધનીય છે કે કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં આલિયા સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો છે. ફિલ્મને સારું પ્રતિસાદ મળ્યું છે. લોકોએ આલિયાનું કામ પસંદ કર્યું છે.












Click it and Unblock the Notifications
