Pics : પરિણીતીથી ભયભીત છે આલિયા, પણ સ્વસ્થ સ્પર્ધા!
મુંબઈ, 20 જાન્યુઆરી : બૉલીવુડમાં અભિનેતા-અભિનેત્રી વચ્ચે સ્પર્ધા અને સંકુચિતતાની લાગણી ખૂબ જ સામાન્ય બાબત છે. મહેશ ભટ્ટની દીકરી અને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ મેળવનાર આલિયા ભટ્ટે પણ પોતાના દિલની એક ખૂબ જ ખાસ વાત જાહેર કરી કૉફી વિથ કરણ શો દરમિયાન. આલિયાએ જણાવ્યું કે તેમને પરિણીતી ચોપરા સામે ઈર્ષ્યા થઈ આવે છે, કારણ કે પરિણીતી એક ખૂબ જ સારા અને બહેતરીન અભિનેત્રી છે.
આલિયા ભટ્ટે તાજેતરમાં જ હાઈવે ફિલ્મ માટે એક ગીત પણ રેકૉર્ડ કર્યું છે અને આ ગીતના લૉન્ચિંગ પ્રસંગે મીડિયાએ આલિયાને પરિણીતી અંગેનો પ્રશ્ન કર્યો. જવાબમાં આલિયાએ જણાવ્યું કે આ એક સ્વસ્થ સ્પર્ધાની નિશાની છે. આલિયા ભટ્ટ આજકાલ ખૂબ જ વ્યસ્ત કલાકાર છે. હાઈવે તેમની બીજી ફિલ્મ છે કે જે આવતા મહીને રિલીઝ થવાની છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હાઈવે ખાસ
આલિયા ભટ્ટ માટે હાઈવે ફિલ્મ ખૂબ જ ખાસ છે, કારણ કે આ ફિલ્મ દરમિયાન તેમણે અનેક સ્થળોએ ફરીને શૂટિંગ કર્યું છે અને દરેક વાતાવરણને અનુકૂળ પોતાની જાતને કરી છે.

શીખવાની તક
આલિયા ભટ્ટને ઠંડી, ગર્મી અને દરેક મોસમમાં ફિલ્મનું શૂટિંગ કરતાં ઘણુ બધુ શીખવાની તક મળી.

પરિવર્તનો આવ્યાં
ઇમ્તિયાઝ અલી અને એ આર રહમાન સાથે કામ કરીને આલિયાની અંદર ખૂબ જ પરિવર્તનો આવ્યાં છે.

રહમાનનો આભાર
આલિયા ભટ્ટ રહમાનનો આભાર વ્યક્ત કરે છે કે જેમણે હાઈવે ફિલ્મમાં તેમને ગીત ગાવાની તક આપી.

પરિણીતી પણ સમજે છે
આલિયાએ પરિણીતી પ્રત્યે ઈર્ષ્યા વિશે ખુલાસો કરતાં જણાવ્યું કે તેમાં નકારાત્મક કંઇ જ નથી. પરિણીતી પણ આ બાબત સમજે છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ





Click it and Unblock the Notifications
