Pics : સમરને હૉટનેસ વડે કૂલ બનાવતી કવર ગર્લ્સ!
મુંબઈ, 3 મે : ઉનાળાનો બળબળતો તાપ આકરો થવા લાગ્યો છે, પરંતુ બૉલીવુડ સેલિબ્રિટીઓ અને તેમાંય બૉલીવુડ હસીનાઓ પોતાની હૉટનેસ વડે હૉટ સમરને કૂલ બનાવવામાં કોઈ કચાસ નથી છોડતી. આપ વિચારતા હશો કે એવી તો કઈ જગ્યા છે કે જ્યાં બૉલીવુડ હસીનાઓ હૉટ સમરને કૂલ બનાવી રહી છે?
ચાલો આપને બતાવી દઇએ કે એ જગ્યા કઈ છે? એ જગ્યા છે વિવિધ ફિલ્મી મૅગેઝીનોનું કવર પેજ કે જેની ઉપર બૉલીવુડની નવી અભિનેત્રીઓ તથા સ્થાપિત અભિનેત્રીઓ જ નહીં, પણ જૂની અભિનેત્રીઓ પણ છવાતી રહેતી હોય છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને મોટાભાગની મૅગેઝીનો હૉટ સમરને આવી હૉટ કવર ગર્લ્સ વડે કૂલ બનાવવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ મૅગેઝીનોના કવર પેજો પર હસીનાઓનું હુશ્ન પાથરવામાં આવે છે.
ચાલો તસવીરો સાથે જોઇએ વિવિધ મૅગેઝીનોની મે આવૃત્તિના કવર પેજ પર છવાયેલી સમર ગર્લ્સ :

સોનાક્ષી-આદિત્ય
દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા અને આશિકી 2 ફૅમ આદિત્ય રૉય કપૂર સ્ટારડસ્ટના કવર પેજ પર દેખાય છે.

આલિયા ભટ્ટ
એલ’ઑફિસિયલ મૅગેઝીનના કવર પેજ પર આલિયા ભટ્ટ પોતાની અદાઓના જલવા પાથરી રહ્યાં છે.

અર્જુન-આલિયા
2 સ્ટેટ્સ ફિલ્મની જોડી અર્જુન કપૂર તથા આલિયા ભટ્ટને સિનેબ્લિટ્ઝ મૅગેઝીને પોતાના કવર પેજ પર સ્થાન આપ્યું છે.

ચિત્રાંગદા સિંહ
ફિલ્મોમાં બહુ ન ચાલનાર ચિત્રાંગદા સિંહ મૅક્ઝિમ ઇન્ડિયા મૅગેઝીનના કવર પેજને હૉટ બનાવી રહ્યાં છે.

એશા ગુપ્તા
ઝન્નત ગર્લ એશા ગુપ્તાએ પણ એલે મૅગેઝીન માટે ટૂ પીસ કપડામાં ફોટોશૂટ કરાવ્યુ છે. એલેના કવર પેજ પર તેઓ હૉટનેસ પાથરી રહ્યાં છે.

કંગના રાણાવત
જીક્યૂ મૅગેઝીનના કવર પેજ પર કંઇક આવી રીતે છવાયાં છે કંગના રાણાવત.

રિદ્ધિમા-નીતૂ
વીતેલા જમાનાના અભિનેત્રી નીતૂ સિંહ પણ પોતાના પુત્રી રિદ્ધિમા કપૂર સાથે હેલ્લો મૅગેઝીનના કવર પેજ પર સ્થાન પામ્યાં છે.

નેહા ધુપિયા
હૉટ ગર્લ નેહા ધુપિયા એફએચએમ મૅગેઝીનના કવર પેજ પર સેલ્ફીના નુસ્ખા બતાવતા દર્શાય છે.

નિકોલ ફરિયા
હાઈ બ્લિટ્ઝ મૅગેઝીને નિકોલ ફરિયાને કવર પેજ પર ચમકાવ્યાં છે.

સોનમ કપૂર
સ્ટાઇલિશ ગર્લ તરીકે જાણીતા સોનમ કપૂર ફેમિના લક્ઝરી મૅગેઝીનના કવર પેજ પર સ્ટાઇલ સાથે દેખાઈ રહ્યાં છે. સોનમે કરાવેલું ફોટોશૂટ જોવા ક્લિક કરો.

સુશાંત સિંહ રાજપૂત
કાઇ પો છે સાથે શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂત પણ બૉલીવુડમાં સ્થાપિત થઈ ચુક્યાં છે અને ફિલ્મફૅર મૅગેઝીને તેમને કવર પેજ પર સ્થાન આપ્યું છે.












Click it and Unblock the Notifications
