Happy B'day : હાઈવેના ફ્લાયવે પર સવાર આલિયા!
મુંબઈ, 15 માર્ચ : બૉલીવુડના ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ આજે 21 વર્ષના થઈ ગયાં. ગત વર્ષે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મની સફળતા સાથે હાઈવે ફિલ્મના સેટ ઉપર 20મો જન્મ દિવસ ઉજવનાર આલિયા ભટ્ટ આ વર્ષે એ જ હાઈવેની સફળતાના ફ્લાયવે ઉપર ઉડી રહ્યાં છે.
જાણીતા નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનના પુત્રી આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ મુંબઈ ખાતે થયો હતો. આલિયાએ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત પોતાના હોમ પ્રોડક્શન એટલે કે ભટ્ટ કૅમ્પ સાથે ન કરતાં કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે 2012માં કરી અને તેઓ પ્રથમ જ ફિલ્મ દ્વારા સફળતા પામ્યાં. આલિયાને ગત વર્ષે એટલે કે 15મી માર્ચ, 2013ના રોજ પોતાનો 20મો જન્મ દિવસે ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મના સેટ ઉપર ઉજવ્યો હતો.
હાઈવે આ વર્ષે રિલીઝ થઈ ગઈ અને સફળ પણ થઈ. હાઈવેની સફળતાનો સમગ્ર શ્રેય આલિયા ભટ્ટને જ મળ્યો છે અને આ સફળતા સાથે જ આલિયાને જાણે પંખ લાગી ગયાં છે. હવે તેમની પાસે ફિલ્મી ઑફર્સની કદાચ કોઈ કમી નહીં રહે અને એટલે જ તો તેઓ મહત્વની ફિલ્મોમાં કામ કર રહ્યાં છે. તેમાં 2 સ્ટેટ્સનો પણ સમાવેશ થાય છે કે જેમાં તેમના હીરો અર્જુન કપૂર છે.
જુઓ તસવીરો :

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ મુંબઈ ખાતે થયો હતો.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ જાણીતા નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનના પુત્રી છે.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
આલિયાએ ગત વર્ષે એટલે કે 15મી માર્ચ, 2013ના રોજ પોતાનો 20મો જન્મ દિવસે ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મના સેટ ઉપર ઉજવ્યો હતો.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
હાઈવે આ વર્ષે રિલીઝ થઈ ગઈ અને સફળ પણ થઈ. હાઈવેની સફળતાનો સમગ્ર શ્રેય આલિયા ભટ્ટને જ મળ્યો છે અને આ સફળતા સાથે જ આલિયાને જાણે પંખ લાગી ગયાં છે.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
હવે તેમની પાસે ફિલ્મી ઑફર્સની કદાચ કોઈ કમી નહીં રહે અને એટલે જ તો તેઓ મહત્વની ફિલ્મોમાં કામ કર રહ્યાં છે. તેમાં 2 સ્ટેટ્સનો પણ સમાવેશ થાય છે કે જેમાં તેમના હીરો અર્જુન કપૂર છે.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
આલિયાએ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત પોતાના હોમ પ્રોડક્શન એટલે કે ભટ્ટ કૅમ્પ સાથે નહોતી કરી.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
આલિયાએ પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે 2012માં કરી અને તેઓ પ્રથમ જ ફિલ્મ દ્વારા સફળતા પામ્યાં.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
આલિયાએ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બાદ હાઈવે જેવી એવી ફિલ્મની પસંદગી કરી કે જેમાં તેમને ચૅલેન્ચિંગ રોલ કરવો પડ્યો.

હૅપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ
હાઈવે ફિલ્મમાં આલિયાના અભિનયના ચોતરફે વખાણ થઈ રહ્યાં છે. વનઇન્ડિયા તરફથી પણ આલિયા ભટ્ટને જન્મ દિવસની શુભેચ્છાઓ.












Click it and Unblock the Notifications
