Kollywood : તામિળ ફિલ્મોની ઑલ ટાઇમ top 10 આયટમ ગર્લ્સ
મુંબઈ, 8 નવેમ્બર : કૉલીવુડ પોતાની અપીલ ટૂ ધ માસ કરતી ફિલ્મોની બાબતમાં જાણીતું છે. મોટાભાગના તામિળ ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ બનાવતી વખતે એવું ધ્યાન રાખે છે તેમની ફિલ્મ દરેક વયના લોકો જુએ અને એટલે મોટાભાગની ફિલ્મો બોલ્ડ રોલ્સ તથા આયટમ નંબર્સ પણ હોય છે.
તામિળ ફિલ્મોમાં આયટમ સૉંગનો ઇતિહાસ બહુ જૂનો છે અને તેના માટે આપણે છેક 1936માં જવુ પડે. આ દરમિયાન કૉલીવુડમાં અનેક આયટમ ગર્લ્સ આવી અને જતી રહી. કેટલીક હિટ થઈ, તો કેટલીક ફ્લૉપ પણ રહી. જ્યોતિ લક્ષ્મીથી સિલ્ક સ્મિતાથી મુમૈથ ખાન સુધીની આયટમ ગર્લ્સ કૉલીવુડમાં પોતાનું પરફૉર્મન્સ કરી ચુકી છે.
ચાલો જોઇએ કૉલીવુડની ટૉપ 10 આયટમ ગર્લ્સ :

ટી. આર. રાજકુમારી
ટી. આર. રાજકુમારીની પહેલી ફિલ્મ દેવદાસ 1936માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રાજકુમારીએ ચંદ્રમુખીનો રોલ કર્યો હતો અને તેઓ તામિળ સિનેમાના પ્રથમ આયટમ ગર્લ હતાં. તેમનું હરિદાસ ફિલ્મનું આયટમ સૉંગ Manmatha leelaiyai vendrar... હિટ રહ્યુ હતું.

જ્યોતિ લક્ષ્મી
1963માં પેરિયા ઇદાથુ પેન ફિલ્મ દ્વારા ડેબ્યુ કરનાર જ્યોતિ લક્ષ્મીએ ટી આર રાજકુમારની જગ્યા ભરવાનું કામ કર્યું. જ્યોતિ એવા અભિનેત્રી હતાં કે જેઓ પોતાની 65 વર્ષની વયે પણ આયટમ સૉંગ કરતા હતાં.

જયામાલિની
જ્યોતિ લક્ષ્મીના બહેન જયામાલિનીએ લગભગ 500 ફિલ્મોમાં આગ લગાડતા આયટમ સૉંગ્સ કર્યાં છે. જગનમોહિની ફિલ્મનું આયટમ સૉંગ આજ સુધી વખણાય છે.

અનુરાધા
અનુરાધાએ 13 વર્ષની વયે ડેબ્યુ કર્યુ હતું. તેમણે શરુઆત તો હીરોઇન તરીકે કરી હતી, પરંતુ બાદમાં તેઓ ઘણી ફિલ્મોમાં આયટમ નંબર્સ કરતા દેખાયાં. જ્યોતિ અને જયામાલિની દ્વારા સ્થપાયેલ આયટમ સૉંગની પરમ્પરાનો ફાયદો અનુરાધાને પણ થયો.

સિલ્ક સ્મિતા
સિલ્ક સ્મિતાએ ન્યુ ટ્રેંડ શરુ કર્યુ હતું. 1978માં ડેબ્યુ કરનાર સિલ્કે સેક્સ અપીલ સાથે આયટમ સૉંગની વ્યાખ્યા બદલી નાંખી. તેમણે કૉલીવુડ ફિલ્મોમાં કૅબરે ડાન્સર તરીકેના રોલ કર્યાં.

ડિસ્કો શાંતિ
જોકે ડિસ્કો શાંતિના ચમકતા કૅરિયર સાથે સિલ્ક સ્મિતાનો પડછાયો જોડાયેલો હતો. ડિસ્કો અને સિલ્કે ઘણી તામીળ ફિલ્મોમાં કામ કર્યું અને બંને ક્વીન ઑફ આયટમ સૉંગ ગણાતી હતી.

મુમતાજ
જ્યારે સિલ્ક સ્મિતાને અચાનક ગુાવી દેવામાં આવ્યાં, ત્યારે 1999માં મુમતાજે મોનિષા એન મોનાલિસા ફિલ્મ દ્વારા તામિળ ફિલ્મમાં એંટ્રી કરી. ફિલ્મમાં મુમતાજ કૅરફ્રી ગર્લના રોલમાં હતાં અને તેમણે મન મૂકીને સ્કિન શો કર્યો હતો. પ્રથમ મૂવી બાદ તેઓ આયટમ ગર્લ તરીકે ખૂબ ચાલ્યાં.

નમિતા
નમિતા લાંબી કૉલીવુડ અભિનેત્રીઓમાંના એક છે. નમિતા ઘણા આયટમ સૉંગમાં દેખાઈ ચુક્યાં છે.

રાગસિયા
વસૂલ રાજા એમબીબીએસ ફિલ્મના સીના થાના... ગીત દ્વારા રાગસિયા જાણીતા બન્યાં. તેમણે બીજા પણ ઘણા આયટમ સૉંગ કર્યા છે.

મુમૈથ ખાન
મુમૈથ ખાન લેટેસ્ટ સેંસેશન છે કે જેઓ હિન્દી-તામિળ સહિતની ફિલ્મોમાં 80 આયટમ સૉંગ કરી ચુક્યા છે. મુમૈથનું પોક્કિરીનું આયટમ સૉંગ કથ્થી કપ્પલ... હિટ રહ્યુ હતું અને તે પછી તેમણે પાછુ વળીને જોયું નથી.












Click it and Unblock the Notifications
