વીંટા નંદાના આરોપ પર અલોકનાથે ચુપ્પી તોડી, ચૂપ રહેવાનું કારણ જણાવ્યું
થોડા સમય પહેલા મી ટુ કેમ્પેઇન હેઠળ ઘણા અભિનેતાઓ પર આરોપો લાગ્યા. આ કેમ્પેઇન હેઠળ આલોકનાથ પર લેખક વીંટા નંદાએ રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો
થોડા સમય પહેલા મી ટુ કેમ્પેઇન હેઠળ ઘણા અભિનેતાઓ પર આરોપો લાગ્યા. આ કેમ્પેઇન હેઠળ આલોકનાથ પર લેખક વીંટા નંદાએ રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે આલોકનાથ જેલના ચક્કર પણ લગાવી ચુક્યા છે. આ આખા મામલે આલોકનાથ ઘણા સમયથી ચૂપ હતા. પરંતુ હાલમાં જ તેમને કોર્ટમાંથી અગ્રીમ જામીન મળ્યા ત્યારે તેમને ખુલીને પોતાની ચુપ્પી અંગેનું કારણ જણાવ્યું.
આ પણ વાંચો: આલોકનાથ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા અને મને જબરજસ્તી પકડી લીધી: હમ સાથ સાથે હૈ ક્રુ મેમ્બર

મારા વકીલે મને ચૂપ રહેવાની સલાહ આપી હતી
અલોકનાથે કહ્યું કે તેઓ ચૂપ હતા કારણકે માનનીય કોર્ટ અને મારા વકીલે મને ચૂપ રહેવાની સલાહ આપી હતી. કદાચ ભૂલથી મારા મોઢામાંથી કોઈ શબ્દ નીકળ્યા નહિ તો હું આખો સમય શાંત જ રહ્યો છું. હજુ પણ આ મામલે કોઈ ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી. અમને અગ્રીમ જામીન મળ્યા છે અને તેના માટે અમે આભારી છીએ.

આ લડાઈ એક સાચા નિષ્કર્ષ પર પહોંચશે
તેની સાથે સાથે અલોકનાથે જણાવ્યું કે તેઓ જયારે પણ બોલવાની હાલતમાં હશે ત્યારે તેઓ ચોક્કસ આ મુદ્દે ખુલીને વાત કરશે. એટલું જ નહીં પરંતુ તેમને પોતાની પત્ની આંશુ વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે તે મારા માટે એક શક્તિ સ્તંભ છે. હું તેનો અને ભગવાનનો આભારી છું તેઓ હંમેશા મારી સાથે રહ્યા. મારી સચ્ચાઈ, તેમની સચ્ચાઈ છે અને તે ભગવાનની સચ્ચાઈ છે. અલોકનાથે કહ્યું કે કાનૂની રીતે તેમનું આગળનું પગલું કોર્ટના આદેશ અનુસાર જ હશે. અલોકનાથે કહ્યું જે આ લડાઈ એક સાચા નિષ્કર્ષ પર પહોંચશે.

ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો
પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
